કાઉન્સિલ ચૂંટણીઃ રિફોર્મ યુકેનો સપાટો, કન્ઝર્વેટિવ અને લેબરનો સફાયો

23 કાઉન્સિલમાં 10 પર રિફોર્મ યુકેએ કબજો જમાવ્યો, ટોરીઝે 16 અને લેબરે 1 કાઉન્સિલ ગૂમાવી, 10 કાઉન્સિલમાં કોઇને બહુમતી નહીં, 1600 બેઠક પર રિફોર્મ યુકેના સૌથી વધુ 677 કાઉન્સિલર ચૂંટાયા, ટોરીઝને 676 બેઠક પર નુકસાન, લેબરે પણ 186 બેઠક ગૂમાવી, 163 બેઠકના નફા સાથે લિબરલ ડેમોક્રેટના 370 કાઉન્સિલર ચૂંટાયા, ગ્રીન પાર્ટીને પણ 45 બેઠકના લાભ સાથે 80 બેઠક મળી

Tuesday 06th May 2025 11:29 EDT
 
 

લંડનઃ 1 મેના રોજ ઇંગ્લેન્ડની 23 કાઉન્સિલની યોજાયેલી ચૂંટણીમાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકેએ ભારે સફળતા હાંસલ કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં 23 કાઉન્સિલની તમામ 1600 બેઠકના પરિણામ જાહેર થઇ ચૂક્યાં હતાં જેમાં રિફોર્મ યુકેએ સૌથી વધુ 677 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. બીજા ક્રમે લિબરલ ડેમોક્રેટે 370 બેઠક પ્રાપ્ત કરી હતી.

દેશની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓને કાઉન્સિલની ચૂંટણીમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. રિફોર્મ યુકેના ઉદયનું સૌથી વધુ નુકસાન કન્ઝર્વેટિવ પાર્ટીને ઉઠાવવું પડ્યું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના 317 કાઉન્સિલર ચૂંટાયા પરંતુ તેને 676 બેઠકનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

કેન્દ્રમાં સત્તાધારી લેબર પાર્ટી માટે પણ કાઉન્સિલ ચૂંટણીના પરિણામ વિપરિત રહ્યાં હતાં. લેબર પાર્ટીને 186 બેઠકના નુકસાન સાથે ફક્ત 99 બેઠક પર વિજય હાંસલ થયો હતો.

ગ્રીન પાર્ટીએ સારો દેખાવ કરતાં 45 બેઠકના નફા સાથે 80 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો જ્યારે અન્યોને 98 બેઠક પ્રાપ્ત થઇ હતી.

કાઉન્સિલમાં સત્તાની વાત કરીએ તો રિફોર્મ યુકે 10 કાઉન્સિલમાં સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઇ આવી છે. જ્યારે લિબરલ ડેમોક્રેટે 3 કાઉન્સિલ પર પ્રભુત્વ જમાવ્યું છે. સૌથી મોટું નુકસાન કન્ઝર્વેટિવ પાર્ટીને થયું છે. ટોરીઝે 16 કાઉન્સિલમાં પ્રભુત્વ ગુમાવી દીધું છે. આમ 23 કાઉન્સિલમાં કન્ઝર્વેટિવને એકપણ કાઉન્સિલમાં નિયંત્રણ પ્રાપ્ત થયું નથી. કેન્દ્રમાં સત્તાધારી લેબર પાર્ટીએ પણ એક કાઉન્સિલના નુકસાન સાથે એકપણ કાઉન્સિલમાં બહુમતી હાંસલ કરી નથી.

10 કાઉન્સિલમાં કોઇપણ પાર્ટીને બહુમતી હાંસલ થઇ નથી. આ વખતની ચૂંટણીમાં ત્રિશંકુ કાઉન્સિલની સંખ્યામાં 4નો વધારો થયો છે.

23 કાઉન્સિલની ચૂંટણીના લેખા જોખા

પાર્ટી – કાઉન્સિલમાં બહુમતી – બેઠક પર વિજય

રિફોર્મ યુકે – 10 – 677

લિબરલ ડેમોક્રેટ – 3 – 370

કન્ઝર્વેટિવ પાર્ટી  – 0 – 317

લેબર પાર્ટી – 0 – 99

ગ્રીન પાર્ટી – 0 – 80

અન્ય – 0 – 98

કાઉન્સિલ રિઝલ્ટ 2025

કાઉન્સિલ – વિજેતા – કન્ઝર્વેટિવ – લેબર – લિબરલ ડેમોક્રેટ- ગ્રીન – રિફોર્મ – અન્ય

વે. નોર્ધમ્પટનશાયર – રિફોર્મ – 17 – 09 – 06 – 00 – 42 – 02

નો. નોર્ધમ્પટનશાયર – રિફોર્મ – 13 – 04 – 01 – 08 – 39 – 03

બકિંગહામશાયર – ત્રિશંકુ – 48 – 04 – 27 – 02 – 03 – 13

ડોન્કેસ્ટર – રિફોર્મ – 06 – 12 – 00 – 00 – 37 – 00

નોર્ધમ્બરલેન્ડ – ત્રિશંકુ – 26 – 08 – 03 – 02 – 23 – 07

શ્રોપશાયર – લિ.ડેમોક્રેટ – 07 – 04 – 42 – 16 – 01 - 00

કોર્નવોલ – ત્રિશંકુ – 07 – 04 – 26 – 03 – 28 – 19

હર્ટફોર્ડશાયર – ત્રિશંકુ – 22 – 05 – 31 – 05 – 14 – 01

કેમ્બ્રિજશાયર – લિ.ડેમોક્રેટ – 10 – 05 – 31 – 03 – 10 – 02

ઓક્સફર્ડશાયર – લિ.ડેમોક્રેટ – 10 – 12 – 36 – 07 – 01 – 03

કેન્ટ – રિફોર્મ – 05 – 02 – 12 – 05 – 57 – 00

વિલ્ટશાયર – ત્રિશંકુ – 37 – 01 – 43 – 00 – 10 – 07

વોર્વિકશાયર – ત્રિશંકુ – 09 – 03 – 14 – 07 – 23 – 01

ગ્લુસેસ્ટરશાયર – ત્રિશંકુ – 06 – 01 – 27 – 09 – 11 – 01

લેન્કેશાયર – રિફોર્મ – 08 – 05 – 05 – 04 – 53 – 09

નોટ્ટિંગહામશાયર – રિફોર્મ – 17 – 04 – 00 – 00 – 40 – 05

લિન્કનશાયર – રિફોર્મ – 14 – 03 – 05 – 00 – 44 - 04

ડર્બીશાયર – રિફોર્મ - 12 – 03 – 03 – 02 – 42 – 02

લેસ્ટરશાયર – ત્રિશંકુ – 15 – 02 – 11 – 01 – 25 – 01

વોર્સેસ્ટરશાયર – ત્રિશંકુ – 12 – 02 – 06 – 08 – 27 – 02

ડરહામ – રિફોર્મ – 01 – 04 – 14 – 02 – 65 – 12

ડિવોન – ત્રિશંકુ – 07 – 00 – 27 – 06 – 18 – 02

સ્ટેફોર્ડશાયર – રિફોર્મ – 10 – 01 – 00 – 01 – 49 – 01




to the free, weekly Gujarat Samachar email newsletter