લંડનઃ ઇંગ્લેન્ડમાં યોજાયેલી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં ગોવન મૂળના પ્રવાસી સમુદાયે પોતાની રાજકીય પકડ મજબૂત કરી છે. બ્રેન્ટ, હૌન્સલો, સ્વિન્ડન અને ક્રોયડન જેવા મહત્વના વિસ્તારોમાં 20થી વધુ ગોવન મૂળના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
વૉટફોર્ડ કાઉન્સિલના પૂર્વ મેયર અને નવ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા રબી માર્ટિન્સે આ જીતને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 20થી વધુ ગોવન મૂળના લોકો ચૂંટણી જીત્યા તે અદ્ભુત છે. વધુ નોંધપાત્ર બાબત એ છે કે હવે યુકેના દરેક રાજકીય પક્ષમાં ગોવન મૂળના પ્રતિનિધિઓ છે.
સ્વિન્ડન કાઉન્સિલ: લેબર પાર્ટી તરફથી પૂર્વ મેયર ઇમ્તિયાઝ શેખ, એડોરાબેલ અમરલ-શેખ, એના રોઝાદા ફર્નાન્ડિસ, પ્રિન્સિયા ફર્નાન્ડિસ અને જોસેલિના ડી’સૂઝા એ વિજય મેળવ્યો છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી એનાબેલ પેગાડો, સાવિયો ટેલેસ અને અલ્બાનો લોરેન્કો વિજેતા બન્યા છે.
હૌન્સલો અને બ્રેન્ટ કાઉન્સિલ: હૌન્સલોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિલ્બર એમ. ડી કોસ્ટા, વિવેક ગણાચારી, એલિસ્ટર ડી સા અને સાલ્વાડોર પરેરા એ જીત મેળવી છે. લેબર પાર્ટી તરફથી પમિલા રોડ્રિગ્સ વિજયી થયા છે. બ્રેન્ટમાં વેમ્બલી હિલ વોર્ડમાંથી લેબર પાર્ટીના એન્જેલા જોયસ ડી’સૂઝા અને કન્ઝર્વેટિવ પાર્ટીના ફ્લોયડ ડી સા એ જીત નોંધાવી છે.
ક્રોયડન કાઉન્સિલ: અહીં લેબર પાર્ટીના જોસે પિયદાદ ફર્નાન્ડિસ થોર્ન્ટન હીથ વોર્ડમાંથી ચૂંટાયા છે.

