કાઉન્સિલની ચૂંટણીમાં ટોરીઝ 1000 કરતાં વધુ બેઠક ગુમાવશે – ગ્રેગ હેન્ડ્સ

મતદાન પહેલાં જ કન્ઝર્વેટિવ પાર્ટી અધ્યક્ષે હથિયાર હેઠાં મૂકી દીધાં

Tuesday 18th April 2023 13:02 EDT
 

લંડન

મે મહિનામાં યોજાનારી કાઉન્સિલની ચૂંટણીઓમાં ટોરી પાર્ટી 1000 કરતાં વધુ બેઠકો ગુમાવે તેવી ચેતવણી પાર્ટીના અધ્યક્ષે જ કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના વડા ગ્રેગ હેન્ડ્સે જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન રિશી સુનાકની પ્રાથમિકતાઓ પૂરી કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે પરંતુ હડતાળોના કારણે એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરી શકાયો નથી. એક અંદાજ પ્રમાણે કન્ઝર્વેટિવ પાર્ટી કાઉન્સિલની ચૂંટણીઓમાં 1000 કરતાં વધુ બેઠકો ગુમાવશે અને તેના કારણે લેબર પાર્ટીને મોટો લાભ થશે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીન એક સૂત્રે જણાવ્યું હતું કે, હેન્ડ્સની કબૂલાત દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ ચૂંટણી યોજાયા પહેલાં જ તેના હથિયાર હેઠાં મૂકી દીધાં છે. આ કન્ઝર્વેટિવ પાર્ટીએ અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું છે, એનએચએસ કટોકટીમાં ગરકાવ થઇ છે. જે લોકો હંમેશા કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપત હતા તેઓ પણ હવે કહે છે કે અમે ક્યારેય ટોરીઝને મત આપીશું નહીં. તેઓ હવે લિબરલ ડેમોક્રેટ તરફ આશાની મીટ માંડી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter