લંડનઃ ફરજિયાત મતદાર ઓળખપત્રની સરકારની યોજનાના ભાગરુપે લોકલ કાઉન્સિલ્સે ૩.૫ મિલિયન જેટલા વોટર ID કાર્ડ્સ જારી કરવાના થશે. જોકે, આના પરિણામે, સંઘર્ષરત કાઉન્સિલોના માથે નવો બોજો આવી પડશે.
સરકારે ક્વીન્સ સ્પીચમાં ફરજિયાત મતદાર ઓળખપત્રની યોજના વિશે જમાવ્યું હતું. જોકે, વ્યવહારમાં આ યોજના કેવી રીતે કામગીરી કરશે અથવા તે ક્યારે શરુ કરાશે તેના વિશે મિનિસ્ટર્સ દ્વારા નિર્ણયો લેવાના બાકી છે. જોકે, એવી ખાતરી અપાઈ છે કે ભાવિ મતદારો આવશ્યક ફોટો આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા નથી નતેઓ પોતાની કાઉન્સિલ્સને મફત વોટર કાર્ટ માટે અરજી કરી શકશે.
ઓળખપત્રની સવલત અંગે સરકારના રિપોર્ટમાં જણાવાયું હતું કે નવી સિસ્ટમ હેઠળ બે મિલિયનથી વધુ વયસ્કો પાસે મત આપવાના આવશ્યક દસ્તાવેજો હશે નહિ. જોકે, ઈલેક્શન્સ નિષ્ણાતો દ્વારા જણાવાયું છે કે વાસ્તવમાં આનાથી વધુ લોકો વોટર કાર્ડ માગશે. બીજી તરફ, કાઉન્સિલોએ પણ આ યોજનાનો ખર્ચ કોણ ઉઠાવશે તે મુદ્દે સ્પષ્ટતા માગી છે.
વારંવાર મત આપીને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના સાંપ્રદાયિક પ્રયાસો પછી નોર્ધર્ન આયર્લેન્ડ સરકારે ૧૯૮૫માં વોટર ID કાર્ડ ફરજિયાત બનાવ્યા હતા. વિવિધ પ્રવર્તમાન દસ્તાવેજો ઉપરાંત, ફોટોની જરુરિયાત ૨૦૦૩માં દાખલ કરાઈ હતી અને લોકો ઈલેક્ટોરલ આઈડેન્ટિટી કાર્ડ મેળવવા લાગ્યા હતા. યોજનાના પ્રથમ બે વર્ષમાં આશરે ૯૭,૦૦૦ કાર્ડ જારી કરાયા હતા અને દર વર્ષે ૧૯,૦૦૦થી વધુ કાર્ડ ઈસ્યુ થાય છે. જો યુકેના બાકીના વિસ્તારોમાં આ યોજના વિસ્તારાય તો યોજનાના આરંભે ૩.૫ મિલિયન જેટલા વોટર ID કાર્ડ્સની માગણી કરાશે અને પછી દર વર્ષે ૭૦૦,૦૦૦ જેટલા ઓળખપત્ર આપવાના થશે. જોકે, ચૂંટણીઓ માટે જવાબદાર કેબિનેટ ઓફિસની દલીલ છે કે નોર્ધર્ન આયર્લેન્ડના કાર્ડ્સ વય અને અન્ય હેતુઓમાં પૂરાવા તરીકે વપરાય છે જ્યારે ગ્રેટ બ્રિટનના કાર્ડ્સ અન્ય હેતુઓ માટે ઉ