'કાગળની નાવ'ના સમાચાર આપણે થોડા સમય પહેલા પ્રકાશીત કર્યા હતા, હવે કાગળનો પુલ બનાવાયો છે. જી હા, લેક ડિસ્ટ્રીક્ટના પેટરડેલ નજીકના ગ્રેસીડેલમાં એક નાળા પર કાગળનો પુલ બનાવાયો છે. કોઇ જ પ્રકારના ગુંદર, બોલ્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના જોડાણ વગર બનાવાયેલ આ લાલ રંગના પુલને સ્ટિવ મેસામ નામના કલાકારે ચાર ટન વજનના ૨૨,૦૦૦ કાગળ વડે બનાવ્યો છે. લેક્સ ઇગ્નાઇટ્સ પ્રોજેક્ટ ૨૦૧૫ અંતર્તત આ પુલ બનાવાયો છે.
૦૦૦૦૦૦૦૦
લીબ ડેમના એમપી કરતા લોર્ડ્ઝ વધારે
કારમી હાર પછી ભલે લીબરલ ડેમોક્રેટ પક્ષના નેતાઅો શોધ્યા જડતા ન હોય અને એમપીની સંખ્યા માંડ ૮ જેટલી જ હોય. પણ ટૂંક જ સમયમાં લીબ ડેમના પ્રત્યેક એમપી દીઠ લોર્ડની સંખ્યા ૧ સામે ૧૪ની થઇ જશે. લિબ ડેમને તાજેતરની ચુંટણીઅોમાં માત્ર ૮ જ બેઠકો મળી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન ડેવિડ કેમરન આશ્વાસન ઇનામ તરીકે પોતાના જુના સાથી પક્ષ લીબ ડેમને ૧૨ પીયરેજ આપનાર છે. જ્યારે ટોરીને ભાગે લોર્ડ્ઝની ૨૦ બેઠકો અને લેબરને ભાગે ૬ બેઠકો જનાર છે.
લીબ ડેમ પાસે હાલમાં ૧૦૦ પીયર્સ છે. લીબ ડેમ સામે દંભી હોવાનો દાવો થઇ રહ્યો છે. કેમ કે તેમણે પોતાના ચુંટણી ઢંઢેરામાં 'હાઉસ અોફ લોર્ડ્ઝ'ની નાબુદીનું વચન આપ્યું હતું. તેને બદલે ૪૫૦ જેટલા ચુંટાયેલા પ્રતિનિધિનો સમાવેશ કરવાનું જણાવ્યું હતું.
ટ્વીકનહામમાંથી હારેલા સીનીયર લીબ ડેમ નેતા વિન્સ કેબલ, બર્મોન્ડ્સીથી સાયમન હ્યુજીસ, ટ્રેઝરીના ભૂતપૂર્વ સેક્રેટરી ડેની એલેક્ઝાન્ડર લોર્ડ્ઝમાં જશે એમ મનાય છે. લેબર પક્ષ ડેવિડ બ્લન્કેટ્ને જ્યારે ટોરીમાંથી ડેવિડ વિલેટ્ટસ અને વિલીયમ હેગ લોર્ડ્ઝમાં જશે.
૦૦૦૦૦૦૦
પત્નીની જાણ બહાર ટ્રીટમેન્ટ લેતા પુરૂષો
એક સંશોધનમાં જણાયું છે કે મધ્યમ વયના હજારો પુરૂષો તેમની પત્નીની જાણ બહાર બોટોક્ષના ઇન્જેક્શન લઇને 'હેન્ડસમ' બની રહ્યા છે. આ સારવાર લેનારા દર પાંચમાંથી એક પુરૂષ તેમની પત્નીને જણાવતો નથી કે તેમણે આ સારવાર લીધી છે. જે પુરૂષોની વય ૪૫થી ૫૫ની છે તેઅો પોતાના સાથીદારને આ સારવાર લેતા હોવાનું જણાવતા જનથી.
૧૦૦૦ પુરૂષોનો સર્વે કરાયો હતો, જેમાંના ૩૫થી ૪૫ વર્ષના પુરૂષો એવા હતા જેમના છુટાછેડા થયા હતા અથવા તો તેઅો પાછા ડેટીંગ તરફ જતા હતા.
00000000
નસીબવંતા કર્મચારીઅો: પેરીસની ટુર
ચાઇનીઝ બીલીયોનેર લી જીન્યુઆને તાજેતરમાં જ તેમની કંપની ટીયેન્સ ગૃપના ૬,૪૦૦ કર્મચારીઅોને £૯.૫ મિલીયનના ખર્ચે પેરીસની ટુર કરાવી હતી. આ માટે તેમણે પેરીસમાં ૧૬૦ જેટલી ફોર અને ફાઇવ સ્ટાર્સ હોટેલ અને કોટ ડેઝુરમાં ૪૭૦૦ રૂમ બુક કરાવી હતી.
આ નસીબવંતા કર્મચારીઅોએ નીસ અને પેરીસની મુલાકાત દરમિયાન લુર્વ મ્યુઝીયમ અને મુલે રૂઝ કેબ્રે શોના ગૃપ બુકિંગ કરાવ્યા હતા. ગત શુક્રવારે તેઅો ૧૪૦ જેટલી બસોમાં બેસીને પોતાની હોટેલ પરથી પ્રેમોનેડ ડે અોંગ્લીઝ ગયા હતા. આ કર્મચારીઅોએ એકબીજાના હાથ પકડીને માનવ સંકળ બનાવી 'Tiens' dream is Nice in the Cote d'Azur' લખ્યું હતું. માનવ સાંકળ રચી કોઇ એક જુથ દ્વારા સૌથી લાંબુ વાક્ય લખાયું હોય તેવો આ વિશ્વ રેકોર્ડ છે.
વિશ્વના ધનાઢ્ય લોકો માટેની ફોર્બસના ૨૦૧૧ની યાદીમાં સમાવાયેલા શ્રી લીએ ટિયેન્સ ગૃપની સ્થાપના ૧૯૯૫માં કરી હતી. આ ગૃપ બાયોટેક્નોલોજી, લોજીસ્ટીક્સ, ફાઇનાન્સ, પ્રોપર્ટી, ટુરીઝમ અને રીટેઇલ ક્ષેત્રમાં કાર્યરત છે અને ૧૨,૦૦૦ કર્મચારીઅો ધરાવે છે. જેમાંના અડધા કંપનીની ૨૦મી વર્ષગાંઠ ઉજવવા ફ્રાન્સ ગયા હતા.
આ અગાઉ આપણા સુરતના હીરાના ઉદ્યોગપતિ પોતાના ૪૦૦ કર્મચારીઅોને કાર અને ફ્લેટ ભેટમાં આપીને વિશ્વના અખબારોમાં ચમક્યા હતા.
૦૦૦૦૦૦૦
દારૂ સામે ગાંધીગીરી
ચેનલ આઇલેન્ડના એલ્ડર્નીના રહીશો માને છે કે જો સુપરમાર્કેટને આલ્કોહોલ વેચવા માટે મંજુરી આપવામાં આવશે તો નાનકડા ટાપુ પર આસામાજીક વર્તણુંકના બનાવોમાં વધારો થશે. સમગ્ર યુકેમાં એલ્ડર્ની ટાપુ એક માત્ર એવું સ્થળ છે જ્યાં નશો કરવા માટે દારૂ માત્ર પબ અને અોફ લાયસન્સમાં જ મળે છે. પરંતુ હવે નિયમોમાં સુધારા કરીને એલ્ડર્નીના સત્તાવાળાઅો ઇચ્છે છે કે સુપરમાર્કેટની અભરાઇઅો પર સસ્તા બીયર, દારૂ અને વાઇન મળે. સુપરમાર્કેટે જણાવ્યું છે કે જો તેમને દારૂ વેચવાની મંજુરી મળે તો જ તેઅો ૩ લાખા પાઉન્ડનું રોકાણ કરશે.
૦૦૦૦૦૦૦
રે કળજુગ! ના મોંઘવારી: બીલ ભર બાળકો પર તરાપ
લાખ્ખો પરિવારો નિયમીત રીતે પોતાની પાસેના પૈસા ખલાસ થઇ જાય ત્યારે પોતાના બાળકોની બચત ઉપર તરાપ મારે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે તેમાંના અડધા લોકો જ તે રકમ પરત કરે છે.
બાળકોની 'પીગી બેન્ક' પર તરાપ મારતા લોકો પૈકીના ૪૪% લોકોએ જણાવ્યું હતું કે અણધારેલા બીલ ભરવા માટે તેમને ના છૂટકે બાળકોની બચત પર તરાપ મારવી પડી હતી. જ્યારે ત્રણમાંથી એક પરિવારે રોજબરોજના ખર્ચા ભરવા બાળકોની બચત તરફ નજર દોડાવી હતી. અમુક લોકોએ તો નવી કાર ખરીદવા કે પછી રજાઅો માણવા પણ બાળકોની બચતનો દુરૂપયોગ કર્યો હતો.
૦૦૦૦૦૦
અળવીતરાનો અટકચાળો
જર્મનીના હેમ્બર્ગ શહેરમાં કેટલાક અળવીતરાઅોએ ટ્રેઇનના કોચના દરવાજાને સીમેન્ટ બ્લોક વડે ચણી લીધો હતો. આટલું જ નહિં તેમણે સ્પ્રે ફોમ વડે પ્લાસ્ટર જેવું આવરણ પણ કરી દીધું હતું. ટ્રેઇનના કર્મચારીઅોના આ અટકચાળા પર નજર પડે તે પહેલા ટ્રેઇન બારેક જેટલા સ્ટેશનો વટાવી ચૂકી હતી.
જર્મન પોલીસે આવો અટકચાળો કરનાર તત્વોને ચેતવણી આપી છે કે આવી ગુસ્તાખી મોટા દંડ અને પાંચ વર્ષ સુધીની જેલમાં તબદીલ થઇ શકે છે. કોચને આ ચણતરને કારણે હજારો યુરોનું નુકશાન થયું હતું.
00000000
ગધ્ધીબેનની સુવર્ણ જયંતિ: હોંચી.....
ડેવોનની ડોન્કી સેન્ચ્યુરીમાં તાજેતરમાં ગધ્ધીબેન 'ટેસા'ની ૫૦મી વર્ષગાંઠની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. 'ટેસા' છેલ્લા ૩૦ વર્ષથી આ સેન્ચ્યુરીમાં વસવાટ કરે છે. ટેસાના ૫૦મા જન્મદિને કેક ગાજરની બનાવાઇ હતી અને તેને બર્થ ડે કાર્ડ પણ અપાયું હતું. ટેસા સૌથી વયોવૃધ્ધ ગધેડી છે અને તે ૨૦ મા વર્ષે જ નિવૃત્ત થઇ ગઇ હતી. સામાન્ય રીતે ગધેડાઅોનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે.
ટેસાની સંભાળ રાખતી સ્યુ ફોર્સના જણાવ્યા મુજબ ટેસા ખૂબજ આનંદી સ્વભાવની છે અને તેને જે જોઇતું હોય તે મેળવવા તે એવા નખરા કરે કે તમે જોઇ જ રહો અને છેલ્લે હસીને તે ચીજ વસ્તુ આપી જ દો.
૦૦૦૦૦૦૦૦
* યુનિવર્સીટી અોફ કેલિફર્નીયા સાન ડીયેગોના સંશોધનોમાં જણાયું છે કે તનાવપૂર્ણ અનુભવ તમને આખી જીંદગી યાદ રહે છે. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસોઅર્ડરનો સામનો કરતા લોકોના અભ્યાસ દરમિયાન માહિતી મળી હતી.
* ૦૦૦૦૦૦૦૦
* પીટ્સબર્ગની કાર્નેગી મેલોન યુનિવર્સીટી દ્વારા ૩૫થી ૬૫ વર્ષના ૬૪ યુગલોના કરાયેલા એક સંશોધનમાં જણાયું હતું કે 'વધુ પડતું સેક્સ કરવાથી યુગલની પરસ્પરની આશા અને આનંદના સ્તરમાં ઘટાડો થાય છે.' ઘણાં લોકો એમ માનતા હોય છે કે વધુ સેક્સથી તેમના સંબંધો ગાઢ થશે જો કે આ અભ્યાસ તેમના માટે ચેતવણી સમાન છે.
૦૦૦૦૦૦૦