લંડનઃ ટ્રેઇની હોવા છતાં કાયદા કંપની ખરીદવા માટે સોલિસિટરનો ઉપયોગ કરનાર ઝરીના શાહીનને ગેરરિતી માટે દંડ કરાયો છે. સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, સોલિસિટર તરીકે લાયકાત મેળવવાનો ઝરીનાનો ઇરાદો સમજી શકાય પરંતુ તેણે લાયકાત હાંસલ કરવા માટે જે માર્ગ અપનાવ્યો તે સ્વીકાર્ય નથી. કંપની ખરીદવામાં મદદ કરનાર સોલિસિટર મોહમ્મદ ઝાહિદુલ ઇસ્લામને પણ દંડ કરાયો છે.

