લંડનઃ બર્મિંગહામમાં 2023માં બોક્સિંગ ડેના દિવસે કારને ટક્કર મારી માતા અને પુત્રીના મોત નિપજાવનાર મોહમ્મદ ઇબ્રાહિમને 13 વર્ષ અને 2 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ અકસ્માતમાં 49 વર્ષીય એમેન્ડા રાયલી અને 72 વર્ષીય લિન્ડા ફિલિપ્સના મોત થયાં હતાં.
25 વર્ષીય ઇબ્રાહિમ એક અન્ય કાર સાથે 30 માઇલના ઝોનમાં રેસ કરી રહ્યો હતો. ઓવરટેક કરતી વખતે તેની કાર પહેલા એક ક્વાડ બાઇક સાથે ટકરાઇ હતી. પછી તેણે મૃતકોની કારને ટક્કર મારી હતી. આ કારમાં એક જ પરિવારના 4 વ્યક્તિ મુસાફરી કરી રહ્યાં હતાં.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઇબ્રાહિમ ટ્રાફિક સિગ્નલ ખાતે પણ 84 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી રહ્યો હતો. તે જેની કાર સાથે રેસ કરી રહ્યો હતો તે બીજો ડ્રાઇવર શોધવામાં પોલીસને સફળતા મળી નહોતી.