કાર ડ્રાઈવિંગ છોડનારને સરકાર £૩૦૦૦ આપશે

Wednesday 27th March 2019 02:53 EDT
 
 

લંડનઃ વાયુ પ્રદૂષણ અને ગીચ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સરકારના ફંડની યોજના હેઠળ કારનો ઉપયોગ છોડી દેનારા ચાલકોને વર્ષે ૩૦૦૦ પાઉન્ડ સુધીની રકમ ચૂકવાશે.

તેમને ટ્રાવેલ કાર્ડ અને સ્માર્ટ ફોન એપ્લિકેશન પર કેશ ક્રેડિટ અપાશે. જેનો ખર્ચ તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઈલેક્ટ્રિક કાર હાયર અને બાઈક શેરિંગ સ્કીમમાં કરી શકશે. યુકેમાં આ પ્રકારના સૌ પ્રથમ પ્રોજેક્ટનો પાયલોટ પ્રોજેક્ટ કોવેન્ટ્રીમાં શરૂ કરાયો હતો. ૨૦ મિલિયન પાઉન્ડની ‘ફ્યુચર મોબિલીટી’ ગ્રાન્ટના ભાગરૂપે તેને નાણાં અપાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter