લંડનઃ શોપિંગ સેન્ટરના કાર પાર્કિંગમાં પોતાની ત્યજી દીધેલી પત્ની પર હુમલા માટે 6 વર્ષ કેદની સજા મેળવનાર 28 વર્ષીય ભારતીય વરિન્દર સિંહને તેની પત્નીથી દૂર રહેવાનો આદેશ અપાયો છે. વરિન્દરને દેશનિકાલ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. વરિન્દરે બ્રેડફોર્ડમાં બ્રોડવે શોપિંગ સેન્ટરના કાર પાર્કિંગમાં તેની પત્ની સાથે મારઝૂડ કરી હતી અને તેનું ગળુ દબાવીને હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. ગળુ દબાવવાના કારણે તેની પત્ની બેભાન થઇ ગઇ હતી.

