કારકિર્દીમાં મદદના બહાને અભિનેતાએ જાતીય શોષણ કર્યુઃ ડેમ મીરા સ્યાલ

અનુભવોમાંથી પ્રેરણા લઈને ટીવી શ્રેણીઓમાં સશક્ત મહિલા પાત્રોનું સર્જન કર્યું

Tuesday 01st September 2026 11:17 EDT
 
 

લંડનઃ પ્રખ્યાત બ્રિટિશ એશિયન અભિનેત્રી, લેખિકા અને કૌટુંબિક કોમેડી શો 'ગુડનેસ ગ્રેસિયસ મી' ફેમ ડેમ મીરા સ્યાલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ કેરિયરની શરૂઆતમાં 20થી 25 વર્ષની વયના હતા, ત્યારે મદદ કરવાની લાલચ આપનાર એક વરિષ્ઠ અભિનેતાએ તેમનું જાતીય શોષણ કર્યું હતું.  

એક ખાસ ઇન્ટરવ્યુમાં 65 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે 1980ના દાયકામાં ઘટેલી આ ઘટનાએ તેમના જીવન અને કેરિયરની દિશા બદલી નાખી હતી. તે સમયે તેમના માતા-પિતાને કાનૂની મુકદ્દમાની પીડા અને જટિલતાઓમાંથી બચાવવા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી અને મૌન રહેવાનું પસંદ કર્યું હતું. આ આઘાતજનક અનુભવ બાદ, તેમણે આશા છોડવાને બદલે દક્ષિણ એશિયાઈ લેખકોના એક જૂથ સાથે કામ કરવાનું શરૂ કર્યું જેણે તેમને વધુ લખવા અને રાજકીય રીતે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા. આ જ અનુભવોમાંથી પ્રેરણા લઈને તેમણે આગળ જતાં ટીવી શ્રેણીઓમાં સશક્ત મહિલા પાત્રોનું સર્જન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter