કાર્ડીફ સનાતન ધર્મ મંડળ એન્ડ હિન્દુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સીવ્યૂ બિલ્ડિંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે કરવામાં આવ્યું છે. શુક્રવાર તા. ૧ જુલાઈ ૨૦૧૬, બપોરના ૧થી સાંજના ૭, શનિવાર તા. ૨ જુલાઈ ૨૦૧૬, સવારના ૮થી બપોરના ૩ સુધી અને તે પછી રાસગરબા અને રવિવાર તા. ૧૦ જુલાઈ ૨૦૧૬, સવારના ૯થી બપોરના ૨.૩૦ સુધી અને તે પછી ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગણેશ પૂજન, સિંહાસન ઉદ્ઘાટન, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, સ્વસ્તિ પૂણ્યવાચન, દેવતા સ્થાપન, અગ્નિ સ્થાપન, મૂર્તિ પ્રતિષ્ઠા, સ્થાપિત દેવતા ઓમ, પૂર્ણાહુતિ, થાળ, આરતી, મહાપ્રસાદનો લાભ મળશે. સમારોહના મુખ્ય મહેમાન તરીકે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' લંડનના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ તા. ૨-૭-૨૦૧૬ના રોજ ઉપસ્થિત થશે. તેમની સાથે મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલ અને ન્યુઝ એડિટર કમલ રાવ પણ ઉપસ્થિત રહેશે.
આ પવિત્ર પ્રસંગે એશિયન હોલીડે ક્લબ દ્વારા શનિવાર, તા. ૨ જુલાઈ, ૨૦૧૬ અને રવિવાર તા. ૧૦ જુલાઇ ૨૦૧૬ના રોજ લંડનથી કોચ પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.