લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ભારતના પર્યાવરણવાદી અને ફિલ્મ મેકર કાર્તિકી ગોન્સાલ્વિસને એલિફન્ટ ફેમિલી એન્વાયરમેન્ટલ એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. કાર્તિકી ગોન્સાલ્વિસની દસ્તાવેજીફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પર્સને તાજેતરમાં જ ઓસ્કાર એવોર્ડ એનાયત થયો હતો.
ધ એલિફન્ટ ફેમિલીએ જણાવ્યું હતું કે, કાર્તિકી દ્વારા નિર્મિત દસ્તાવેજી ફિલ્મ ભારતના કુદરતી સૌંદર્યનું નિરૂપણ કરે છે. કાર્તિકી ગોન્સાલ્વિસ વન્યજીવન અને કુદરતના સાચા રક્ષક છે. કુદરતની જાળવણી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના કારણે તેમને આ સન્માન અપાયું છે.


