લંડનઃ દર વર્ષે નોટિંગ હિલ કાર્નિવલમાં ભાગ લેતા હજારો લોકોને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવા મળતો નથી. પરંતુ, તે વિસ્તારમાં રહેતા મકાનમાલિકોએ હવે આ સમસ્યામાંથી નાણાં કમાવાનો માર્ગ શોધી કાઢ્યો છે. પરેડના રૂટની નજીકમાં રહેતા ઘણાં લોકો કાર્નિવલમાં આવેલા લોકોને તેમના બાથરૂમનો ઉપયોગ કરવા દઈને દર વર્ષે હજારો પાઉન્ડ કમાય છે.
નોટિંગ હિલ કાર્નિવલ યુરોપનો સૌથી મોટો સ્ટ્રીટ કાર્નિવલ છે જેમાં દર વર્ષે એક મિલિયનથી વધુ લોકો જોડાય છે. ઘણાં મકાનમાલિકો આ કાર્નિવલ માણવા આવતા લોકો પાસેથી બાથરૂમના ઉપયોગ બદલ બેથી ત્રણ પાઉન્ડ લે છે. જ્યારે સૌથી ઉંચાઈએ આવેલી સ્ટ્રીટમાં રહેતા કેટલાંક લોકો પાંચ પાઉન્ડ વસૂલે છે.


