લંડનઃ ઉધાર લીધેલી રકમ પરત ન ચૂકવાતા ત્રણ ગુનેગારો દ્વારા એક વ્યક્તિને માર મારવાના કેસમાં ટ્રુરો ક્રાઉન કોર્ટના જજે તે ત્રણેને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યા હતા કે કેસની સુનાવણી માટે તેમને ત્રણ વર્ષ રાહ જોવી પડી તે જ તેમની સજા છે.
૨૦૧૬માં અબુલ આઝાદ (૪૯), શાહદૂલ ભૂઈયા (૫૩) અને અબુલ હનાન (૪૧)એ આઝાદના ભૂતપૂર્વ કર્મચારી અબ્દુલ બાસિતને ગંભીર શારીરીક ઈજા પહોંચાડી હોવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, તેમને ગુનેગાર ઠેરવાયા હતા. પ્લીમથમાં આઝાદની માલિકીના ઈન્ડિયન ટેક-અવેમાં શેફ તરીકે કામ કરતા બાસિત પાસેથી ૧,૦૦૦ પાઉન્ડ વસૂલ કરવા તે સાથીદારો સાથે ટ્રુરો ગયો હતો.
આઝાદ, ભૂઈયા અને હનાન ત્રણે પ્લીમથના છે અને તે દરેકને બે વર્ષ માટે સસ્પેન્ડેડ ૧૫ મહિનાની જેલ કરાઈ હતી. તેમને ૧૦૦ કલાક સુધી વેતન વિના કામ કરવું જ પડશે.

