કાળા નાણાંની હેરફેર ટાળવા મોટી રકમની નોટો ઉપયોગમાં લેવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. ડોલર, પાઉન્ડ, યેન, યુયાન કે ફ્રેન્ચ ફ્રાન્કની ૫૦૦, ૧૦૦ કે ૫૦ના દરની નોટો છાપવા પર હવે નિયંત્રણ લાદવાનો પ્રસ્તાવ થયો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર બેન્કના યુકેના ભૂતપુર્વ ચિફ એક્ઝીક્યુટિવના એક અહેવાલ અનુસાર છેલ્લા ૧ વર્ષમાં આશરે ૨,૦૦૦ બિલિયન ડોલરની રકમનું કાળુ નાણું વગે કરવામાં આવ્યું છે. હવાલા, મની લોન્ડરીંગ જેવા બધા કારસ્તાનોમાં વિવિધ ચલણોની મોટી રકમની નોટોનો વપરાશ ઘટાડવા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

