કિંગ એડવર્ડ VIIIનો કોઈન £૧ મિલિયનમાં વેચાયો

Wednesday 22nd January 2020 02:05 EST
 
 

લંડનઃ બ્રિટિશ કોઈન માટે વિક્રમજનક કહી શકાય તેમ માત્ર દસ મહિના શાસન કર્યા પછી સત્તા છોડી દેનારા કિંગ એડવર્ડ VIIIનો ચહેરાની આકૃતિ સાથેનો સોનાનો કોઈન એક મિલિયન પાઉન્ડમાં વેચાયો હતો. ૧૯૩૬માં બનેલા છ સોનાના સિક્કાના ટ્રાયલ સેટ પૈકીનો આ કોઈન ૨૨ કેરેટ સોનામાંથી બનેલો છે.

તે વર્ષે ડિસેમ્બરમાં કિંગે સત્તા સંભાળવાને બદલે અમેરિકાની ડિવોર્સી મહિલા વોલિસ સિમ્પસન સાથે લગ્ન કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરતા આ કોઈનનું મોટી સંખ્યામાં ઉત્પાદન થઈ શક્યું ન હતું. આ કોઈનમાં ખાસ તો કિંગ એડવર્ડVIIIનો ચહેરો સામાન્યપણે હોય તેના કરતાં ‘ઉંલટી’ દિશામાં હોવાથી પણ તેનું મૂલ્ય વધુ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter