લંડનઃ ઇરાન યુદ્ધમાં સાથ નહીં આપવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુકેની આકરી ટીકા કરી રહ્યા હોવા છતાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા એપ્રિલના અંત ભાગમાં અમેરિકાની મુલાકાતે જશે અને ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની અમેરિકા મુલાકાત યથાવત છે. અમેરિકાની સ્વતંત્રતાની 250મી એનિવર્સરી અને બંને દેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં લેતાં કિંગ અને ક્વીન અમેરિકાની મુલાકાતે જશે.
2007માં ક્વીન એલિઝાબેથ દ્વિતીય અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારબાદ રાજવીની પહેલી સ્ટેટ વિઝિટ છે. કિંગ અને ક્વીન વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડીનરમાં જોડાશે અને કિંગ ચાર્લ્સ અમેરિકી કોંગ્રેસને સંબોધન પણ કરશે.

