કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી નિમિત્તે 4 પોસ્ટલ સ્ટેમ્પ જારી કરાઇ

કોમ્યુનિટી સ્ટેમ્પમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિની થીમ પ્રતિબિંબિત થાય છે

Tuesday 02nd May 2023 12:59 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી નિમિત્ત રોયલ મેઇલ દ્વારા ચાર નવી પોસ્ટલ સ્ટેમ્પ જારી કરવામાં આવી છે. આ પોસ્ટલ સ્ટેમ્પ્સની થીમ કિંગ ચાર્લ્સની પસંદગીના વિષયો પર રખાઇ છે. બ્રિટિશ ઇતિહાસમાં રોયલ મેઇલ દ્વારા ફક્ત 3 વાર કોરોનેશન સ્ટેમ્પ જારી કરાઇ છે. આ પહેલાં જ્યોર્જ છઠ્ઠા  અને ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તાજપોશી સમયે રોયલ મેઇલ દ્વારા કોરોનેશન સ્ટેમ્પ જારી કરાઇ હતી આ ચાર સ્ટેમ્પ અલગઅલગ વિષયો પર આધારિત છે જેમાંથી એકનો વિષય તાજપોશી, બીજીનો વિષય બ્રિટનના વૈવિધ્યપૂર્ણ સમાજ, ત્રીજીનો વિષય કોમનવેલ્થ અને ચોથીનો વિષય સાતત્યતા છે.

ડાયવર્સિટી અને કોમ્યુનિટી સ્ટેમ્પમાં બ્રિટનના વિવિધ ધર્મો ધરાવતા સમાજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રતિબિંબિત કરાયાં છે. આ સ્ટેમ્પમાં યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ, હિન્દુ અને બૌદ્ધ ધર્મોને દર્શાવાયાં છે. તેવી જ રીતે કોમનવેલ્થ સ્ટેમ્પમાં વૈશ્વિક વ્યાપાર, સહકાર, લોકશાહી અને શાંતિને પ્રતિબિંબિત કરાયાં છે. તેમાં કોમનવેલ્થ મિટિંગ, કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ દેશોના ધ્વજ અને કોમનવેલ્થ વોર ગ્રેવ સિમેટ્રીનો સમાવેશ કરાયો છે.

આ સ્ટેમ્પની ડિઝાઇન એટેલિયર વર્ક્સ ખાતે કરાઇ છે અને બ્રિટિશ આર્ટિસ્ટ એન્ડ્રુ ડેવિડસનની કલાનો સમાવેશ તેમાં કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter