લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે ઓસ્કવિઝ ખાતેના નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની મુક્તિની 80મી વરસી પર ઓસ્કવિઝની મુલાકાત લીધી હતી. આમ કરનાર તેઓ પ્રથમ બ્રિટિશ રાજવી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ એક અત્યંત પવિત્ર ક્ષણ છે. આ એક એવી ક્ષણ છે જેમાં આપણે માનવતાને શર્મસાર કરનારી ઘટનાઓને યાદ કરીએ છીએ જેમાં વિશ્વ જેને ધુત્કારે છે તેવી શેતાની શક્તિઓ હાવી થઇ ગઇ હતી.


