કિંગ ચાર્લ્સ ટૂંકસમયમાં ભારતની સત્તાવાર મુલાકાત લે તેવી સંભાવના

કિંગની ભારત મુલાકાતથી બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત થશે – લોર્ડ બિલિમોરિયા

Tuesday 09th May 2023 13:05 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સે જણાવ્યું છે કે તેમને ભારતની સત્તાવાર મુલાકાતે જવાનું ગમશે અને તે માટે ઝડપથી આયોજન કરાવું જોઇએ. કિંગ ચાર્લ્સની તાજપોશી પહેલાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં આયોજિત રિસેપ્શનમાં બોલતાં લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, મને કિંગ સમક્ષ ભારત અને યુકે વચ્ચેના સંબંધોનો મુદ્દો ઉઠાવવાની તક મળી હતી. મેં કિંગને ભારતની મુલાકાત પર વિચારણા કરવા વિનંતી કરી હતી.

કોબરા બિયરન સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયા માને છે કે કિંગ ચાર્લ્સની સત્તાવાર ભારત મુલાકાતથી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને હાલમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી મંત્રણાને વેગ મળશે. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા માટે મેં કિંગને ભારતની સત્તાવાર મુલાકાત માટે અરજ કરી હતી.

લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કિંગ ચાર્લ્સ ભારતના મિત્ર છે અને ભારત માટે ઘણી ઉત્સુકતા ધરાવે છે. કિંગ ચાર્લ્સને ભારતની સત્તાવાર મુલાકાત લેવાનું ગમશે અને આ માટે આપણે ઝડપથી આયોજન કરવું જોઇએ.

છેલ્લે નવેમ્બર 2019માં કિંગ ચાર્લ્સે ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ પ્રિન્સ ઓફ વેલ્સનો દરજ્જો ધરાવતા હતા. તેમણે તેમનો 71મો જન્મદિવસ મુંબઇ ખાતે ઉજવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter