લંડન
કિંગ ચાર્લ્સ તૃતિયે લ્યુટનમાં નવા નિર્માણ થયેલા ગુરુદ્વારાની મુલાકાત લઇ કિર્તનમાં ભાગ લીધો હતો. પહેલીવાર બ્રિટિશ રાજવીએ જમીન પર બેસીને ગુરુ ગ્રંથ સાહિબનું ભજન સાંભળ્યું હતું. સંગતના સભ્ય ગુર્ચ રંધાવાએ જણાવ્યું હતું કે, પ્રિન્સ તરીકે ચાર્લ્સે ગુરુદ્વારામાં જમીન પર બેસીને કિર્તન ભલે સાંભળ્યું હોય પરંતુ રાજા તરીકે તેમણે પહેલીવાર જમીન પર બેસીને કિર્તન સાંભળ્યું હતું. સ્વર્ગસ્થ મહારાણી ગુરુદ્વારા પ્રત્યે અત્યંત સન્માન ધરાવતા હતા પરંતુ તેમણે ક્યારેય જમીન પર બેસીને કિર્તન સાંભળ્યું નહોતું. કિંગ ચાર્લ્સ તૃતિય ગુરુદ્વારામાં પ્રવેશ્યા હતા. જમીન પર બેસીને ગુરુ ગ્રંથ સાહિબનું પઠન અને કિર્તન સાંભળ્યા બાદ રવાના થયા હતા. આ એક ઐતિહાસિક ઘટના હતી. કિંગ ચાર્લ્સે આ કિર્તનમાં એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ જ ભાગ લીધો હતો અને તેમના આગમનના કારણે ભજન કિર્તનમાં કોઇ અવરોધ સર્જાયો નહોતો. કિંગ ચાર્લ્સે હાજર શ્રદ્ધાળુઓની સત શ્રી અકાલ દ્વારા અભિવાદન કર્યું હતું.


