કિંગ ચાર્લ્સ દ્વારા 1,157 પ્રેરણાદાયી લોકોને વિવિધ સન્માન એનાયત કરાયાં

મીરા સ્યાલ અને પ્રો. મીના ઉપાધ્યાયને ડેમહૂડથી, રુપેશ મેહતા અને ધ્રુવ પટેલને સીબીઇ, પાવન પોપટને ઓબીઇ, જાદવજી કરસન ભુદિયા, ડો. રિતન અશ્વિનકુમાર મેહતા, રાનુ મેહતા- રાડિયા, પંડિતજી ભીષ્મ રાજ નિરૌલા, પ્રિતેશ પટ્ટણી, કાંતિ કરસન પિંડોરિયા એમબીઇથી સન્માનિત કરાયાં

Tuesday 30th December 2025 09:16 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સના વર્ષ 2026 માટેના ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં સમગ્ર યુકેમાંથી 1,157 પ્રેરણાદાયી લોકોને સન્માનિત કરાયાં છે. અસામાન્ય સિદ્ધીઓ અને સમાજમાં મૂલ્યવાન યોગદાન માટે આ સન્માનો એનાયત કરવામાં આવે છે. 2026ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના બ્રિટિશ અભિનેત્રી મીરા સ્યાલ અને પ્રોફેસર મીના ઉપાધ્યાયને ડેમહૂડથી સન્માનિત કરાયાં છે.

ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં સામેલ અગ્રણીઓ

ઓર્ડર ઓફ ધ બાથ

ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ડીબીઇ)

-          મીરા સ્યાલ સીબીઇ, કોમેડિયન, લેખિકા અને અભિનેત્રી

-          પ્રો. મીના ઉપાધ્યાય, સમાજ સેવા અને મેડિકલ જિનેટિક્સ

કમ્પેનિયન્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બાથ (સીબી)

-          દલજિતસિંહ રેહાલ, ટેકનોલોજી અને પબ્લિક સર્વિસ માટે

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)

-          ઓમર અલી, ફાઇનાન્સ્યિલ સર્વિસમાં યોગદાન માટે

-          નીતા અવનાશ કૌર એમબીઇ, સ્મોલ બિઝનેસ ફાઇનાન્સ સેવાઓ માટે

-          રૂપેશ મોહન મેહતા, ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ સેવાઓ માટે

-          ધ્રુવ પ્રશાંત પટેલ ઓબીઇ, સિવિક અને ચેરિટી લીડરશિપ માટે

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ)

-          શાહ રુહુલ અમીન, ફિનટેક અને એઆઇમાં નોંધપાત્ર યોગદાન

-          પ્રો. ગુરપ્રીતસિંહ જગપાલ, ઉદ્યોગ સાહસિકતામાં સેવાઓ માટે

-          રુકશાના કપાસી, ટ્રાન્સફોર્મિંગ કેરમાં સેવાઓ માટે

-          ડો. હરજિન્દરસિંહ લાલી, સંગીત વારસાની જાળવણી માટે

-          પાવન પોપટ, ઇન્ટિગ્રેશનલ હાઉસિંગમાં યોગદાન માટે

-          નરિન્દર કૌલ શેરગિલ, જસ્ટિસ એડમિનિસ્ટ્રેશનમાં સેવાઓ માટે

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (એમબીઇ)

-          રિશી ભુચર, સખાવતી સેવાઓમાં યોગદાન માટે

-          જાદવજી કરસન ભુદિયા, પાણીની ગુણવત્તામાં સુધારા માટે

-          ડો. રાજા બિશ્વાસ, એનએચએસમાં સેવાઓ માટે

-          ઇસા તારા ગુહા, ક્રિકેટમાં યોગદાન માટે

-          શાનાઝ બેગમ ગુલઝાર, કલ્ચર વિકાસમાં યોગદાન માટે

-          મનીન્દર કોહલી, ફેશન ઉદ્યોગમાં યોગદાન માટે

-          દીપા કોરિઆ, નર્સિંગ અને મિડવાઇફરીમાં સેવાઓ માટે

-          પ્રો. અવતારસિંહ મથારુ, આંતરધર્મીય સમભાવ માટે

-          ડો. રિતન અશ્વિનકુમાર મેહતા, ફૂટબોલ એસોસિએશનમાં સેવાઓ

-          રાનુ મેહતા- રાડિયા, કોમ્યુનિટી સેવાઓમાં યોગદાન માટે

-          પંડિતજી ભીષ્મ રાજ નિરૌલા, બ્રુનેઇમાં બ્રિટિશ સેનામાં સેવા માટે

-          બાબર અલી કુરેશી, બિઝનેસ, ચેરિટી, ક્રિકેટમાં યોગદાન માટે

-          ડો. ડી આર ક્રિશ્ના રેડ્ડી, હોમલેસ લોકોની સેવા માટે

-          કુલવંતસિંહ સેહમી, એનએચએસમાં સેવાઓ માટે

-          બલબીર સિંહ, ડાન્સમાં સેવાઓ માટે

-          મનજિન્દરસિંહ કાંગ, રેલ સેફ્ટીમાં સેવાઓ માટે

-          ભજન મથારુ, એજ્યુકેશન સેક્ટરમાં સેવાઓ માટે

-          પ્રિતેશ પટ્ટણી, બર્મિંગહામમાં સમાજ અને ચેરિટી સેવાઓ માટે

-          ઇન્દ્ર રુકમણિ પરેરા, એજ્યુકેશન સેક્ટરમાં સેવાઓ માટે

-          કાંતિ કરસન  પિંડોરિયા, પોલીસ વિભાગમાં સેવાઓ માટે

-          સભીજિન્દરસિંહ હેયર, વેઇટ લિફ્ટિંગમાં યોગદાન માટે

-          સાહિના ઉગ્રદાર, સમાજમાં યોગદાન માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter