લંડન - નવેમ્બર 2022માં કિંગ ચાર્લ્સ તૃતિયની યોર્ક મુલાકાત સમયે તેમના પર ઇંડા વડે હુમલો કરનાર પેટ્રિક થેલવેલને ધમકીભર્ય વ્યવ્હાર માટે દોષી ઠેરવાયો છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે, પેટ્રિકને 12 મહિના સમાજ સેવાની સજા ફટકારવામાં આવી છે જેમાંથી તેને 100 કલાક કોઇપણ પ્રકારના વેતન વિના સેવા કાર્ય કરવાનું રહેશે. યોર્ક મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી બાદ પેટ્રિકને દોષી જાહેર કરાયો હતો. ધરપકડ કરાયા બાદ પણ પેટ્રિકને તેના કૃત્ય માટે કોઇ પસ્તાવો નહોતો અને તેણે ફરીવાર તક મળશે તો કિંગ પર ઇંડા વડે હુમલા કરવાનો ઇરાદો પણ જાહેર કર્યો હતો. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના નિક પ્રાઇસે જણાવ્યું હતું કે, આ પ્રકારનો ધમકીભર્યો વ્યવ્હાર અસ્વીકાર્ય છે અને તેને સાંખી લેવાશે નહીં.

