લંડનઃ યુકે કેબિનેટ ઓફિસ દ્વારા કિંગ ચાર્લ્સ તૃતીયની વર્ષ 2024 માટેની ઓનર્સ યાદી જાહેર કરાઇ હતી. આ પ્રસંગે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, નવા વર્ષની ઓનર્સ યાદી દેશભરમાં લોકોએ મેળવેલી અસામાન્ય સિદ્ધીઓને સન્માનિત કરે છે. આ સન્માન મેળવનારા તમામ આ દેશનું ગૌરવ અને આપણા તમામ માટે પ્રેરણા સમાન છે. કિંગ ચાર્લ્સ દ્વારા આ વર્ષે સમાજ અને દેશ માટે કરેલી અસામાન્ય કામગીરી માટે 1200 કરતાં વધુ લોકોને સન્માનિત કરાયાં છે. આ યાદીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકોનો પણ સમાવેશ થાય છે.
નાઇટહૂડ
- પ્રોફેસર અમ્રિતપાલ સિંહ (મેડિસિન સેક્ટરમાં સેવાઓ માટે)
ન્યૂકેસલ યુનિવર્સિટી ખાતે જનરલ પ્રેકટિસના પ્રોફેસર
- સાજિદ જાવિદ (બ્રોમ્સગ્રુવના સાંસદ, જાહેર અને રાજકીય સેવાઓ માટે)
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)
- ડો. ચંદ્રમોહન કાન્નેગન્ટી (જનરલ પ્રેકટિસમાં સેવા માટે, જીપી ગોલ્ડનહીલ મેડિકલ સેન્ટર)
- ડો. માલા રાવ (ઓબીઇ) (પબ્લિક હેલ્થમાં સેવા માટે, સીનિયર ક્લિનિકલ ફેલો, ઇમ્પિરિયલ કોલેજ, લંડન)
- બિદેશ સરકાર ( સીએફઓ, ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ, જાહેર સેવા માટે)
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ)
- નકીબ ખેરાજ (રોથસે લિ.ના અધ્યક્ષ, બિઝનેસમાં સિદ્ધીઓ માટે)
- બલદેવ પ્રકાશ ભારદ્વાજ (ઓલ્ડબરી, વેસ્ટ મિડલેન્ડમાં કોમ્યુનિટી સેવાઓ માટે)
- ડો. દિપાન્કર દત્તા ( સાઉથ એશિયા વોલન્ટરી એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ, ચેરિટી માટે)
- મુનીર પટેલ (સીઇઓ, એક્સરેલ ગ્રુપ, રેલ એક્સપોર્ટ સેવાઓ માટે)
- ડો. સૃષ્ટિ પટ્ટણી ( સોસાયટી ઓફ ઓક્યુપેશનલ મેડિસિન, મેડિકલમાં સેવાઓ માટે)
- રાજવિન્દર સિંહ ( પ્રિન્સિપલ પ્રોજેક્ટ સ્પોન્સર, જાહેર સેવાઓ માટે)
- વિનયચંદ્ર ગુડુગુન્ટલા વી. (સીઇઓ, આર્સેનલ ફૂટબોલ ક્લબ, સ્પોર્ટ્સમાં સેવાઓ માટે)
- ઉષાબેન લાડવા (રેસ એડવાઇઝર, વંશીય લઘુમતી સમુદાયોમાં સેવા માટે)
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (એમબીઇ)
- તજિન્દર કૌર બલવંત (અર્બન એપોથેકેરી લંડનના સ્થાપક, બિઝનેસમાં સેવા માટે)
- ડો. સંજય ભંડારી (કિક ઇટ આઉટના અધ્યક્ષ, સ્પોર્ટ્સમાં સેવા માટે)
- ડો. માનવ ભાવસાર (કોરોના દરમિયાન આરોગ્ય સેવાઓ માટે)
- નિલેશ ભાસ્કર ડોસા (આઇકેનયુકેનટુના સ્થાપક, સામાજિક સમાનતામાં સેવા માટે)
- ડો. દિનેન્દ્ર સિંહ ગિલ (વેલ્સમાં પ્રિ હોસ્પિટલ ટ્રોમા કેરમાં સેવાઓ માટે)
- ડો. જ્ઞાનપ્રકાશ ગોપાલ (ઓક્સફર્ડ હિન્દુ ટેમ્પલના સ્થાપક, હિન્દુ સમાજની સેવાઓ માટે)
- જસદીપ હરી ભજનસિંહ ખાલસા ( શિખર પ્રોજેક્ટના સ્થાપક, શિખ સમાજમાં સેવાઓ માટે)
- ડો. મીનાક્ષી નાગપૌલ (જીપી, એનએચએસમાં સેવાઓ માટે)
- સતિશ મણિલાલ પરમાર (પોલિસી એડવાઇઝર, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનમાં સેવાઓ)
- જયશ્રી રાજકોટિયા (ભારતીય વિદ્યા ભવનના ટ્રસ્ટી, ભારતીય સંસ્કૃતિની સેવાઓ માટે)
- સવરાજ સિંહ શેત્રા (હોમ ઓફિસમાં ફિલ્ડ ઇન્ટેલિજન્સ ઓફિસર)
- ડો. હંસરાજ ગુંડાલ મહાબાલા શેટ્ટી (ફિઝિશિયન, આરોગ્ય સેવાઓ માટે)
- નિર્મલ સિંહ (નોર્થ વેસ્ટ પ્રિઝન્સમાં ચેપલિન, કોમ્યુનિટી સેવાઓ માટે)
- સુમન વોરા (એડિનબરો હિન્દુ મંદિરના ઉપાધ્યક્ષ, સમાજ સેવા માટે)
મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (બીઇએમ)
- ચંદ્રશેખર બિયાની ( યુરોલોજિકલ સર્જન, મેડિકલ એજ્યુકેશનમાં સેવાઓ માટે)
- હરબક્ષસિંહ ગ્રેવાલ (યુકે પંજાબ હેરિટેજના ઉપાધ્યક્ષ, ચેરિટી સેવાઓ માટે)
- સુદીપ કૌર (યુનાઇટેડ શિખ્સના ડિરેક્ટર, સમાજ સેવા માટે)
- સુખદેવસિંહ ફૂલ (ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના ઇજનેર, ચેરિટી સેવાઓ માટે)
- સંજય શંભુ (સાઉથ ગ્લેસેસ્ટર શાયરના કાઉન્સિલર, રાજકીય સેવાઓ માટે)


