કિંગ ચાર્લ્સની તાજપોશી પાછળ 100 મિલિયન પાઉન્ડનો ખર્ચ થવાનો અંદાજ

મોટાભાગના બ્રિટિશ તાજપોશીના ખર્ચનો બોજ સરકારી તિજોરી પર નાખવાની વિરુદ્ધ

Tuesday 25th April 2023 14:29 EDT
 
 

લંડન

મોટાભાગના બ્રિટિશ નાગરિકો માને છે કે કિંગ ચાર્લ્સની તાજપોશીનો ખર્ચ સરકારી તિજોરી પર નાખવો જોઇએ નહીં. યુગવના એક સરવે અનુસાર 51 ટકા બ્રિટિશરે જણાવ્યું હતું કે, આ સમારોહ અને ઉજવણીનો ખર્ચ સરકારે ચૂકવવો જોઇએ નહીં જ્યારે ફક્ત 32 ટકા લોકોએ કહ્યું હતું કે, ખર્ચ સરકારે ચૂકવવો જોઇએ. 18 ટકા લોકો કોઇ પ્રકારનો જવાબ આપી શક્યા નહોતા.

18થી 24ની વયજૂથના 62 ટકા અને 25થી 49ની વયજૂથના 55 ટકા લોકોએ જણાવ્યું હતું કે સરકારે તાજપોશીનો ખર્ચ ઉપાડવો જોઇએ નહીં. જ્યારે 65થી વધુ વયના મોટાભાગના લોકો આ ખર્ચ સરકાર દ્વારા ચૂકવાય તેમ જણાવ્યું હતું.

કિંગ ચાર્લ્સની તાજપોશીની ઉજવણીઓ પાછળ 100 મિલિયન પાઉન્ડનો ખર્ચ થવાની સંભાવના છે. સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તાજપોશી પાછળ 1.57 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. આજના હિસાબે તેને જોઇએ તો 1953માં તેનું મૂલ્ય 50 મિલિયન પાઉન્ડ રહ્યું હશે. જોકે વિશ્વભરમાં અપનારા ટેલિવિઝન પ્રસારણના રાઇટ્સમાંથી મોટાભાગનો ખર્ચ રિકવર કરી લેવાશ અને તાજપોશીના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી ખર્ચની રકમ વસૂલાઇ જશે. તાજપોશીના સમયગાળા માટે અત્યારથી મોટાભાગની હોટલોના રૂમ બુક થઇ ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter