કિંગ ચાર્લ્સની તાજપોશીમાં 3 ક્રાઉન, બે રાજદંડ અને બે કેરેજનો ઉપયોગ કરાશે

તાજપોશીનો પ્રોસેસન રૂટ પાંચ માઇલથી ઘટાડીને 1.3 માઇલ કરી દેવાશે

Tuesday 11th April 2023 13:55 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિય તાજપોશી માટે વેસ્ટમિન્સ્ટર આબે જવાનો રૂટ ટૂંકો કરવાની યોજના બનાવી રહ્યાં છે. બકિંગહામ પેલેસના જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સ 1953માં તેમની માતાના તાજપોશીના પ્રોસેસન રૂટ કરતાં નાનો રૂટ પસંદ કરશે. તેઓ તેમની તાજપોશીને આધુનિક ટચ આપીને તેની ઝાકઝમાળ ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છે. તાજપોશીની આ પ્રક્રિયામાં કિંગ ચાર્લ્સ ઘણી પરંપરાઓ બાકાત રાખવાની તૈયારી કરી ચૂક્યાં છે. તેઓ અને ક્વીન કેમિલા બકિંગહામ પેલેસથી ઘોડાથી ખેંચવામાં આવતા ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં સવાર થઇને વેસ્ટમિન્સ્ટર આબે પહોંચશે. આ કોચ ક્વીન એલિઝાબેથની 60મી જયંતિની ઉજવણી પ્રસંગે તૈયાર કરાયો હતો.

પ્રોસેસન રૂટ ફક્ત 1.3 માઇલનો રહેશે. રાજાની સવારી એડમિરાલિટી આર્ચ, ટ્રાફલગર સ્ક્વેર, કિંગ ચાર્લ્સ પ્રથમની પ્રતિમા અને સંસદ ભવન થઇને વેસ્ટમિન્સ્ટર આબે પહોંચશે. તાજપોશીમાં પાંચ પ્રતિકાત્મક તલવારો, બે રાજદંડ, હીરામાણેક જડિત રીંગનો ઉપયોગ કરાશે. ક્વીન કેમિલા  ક્વીન મેરીનો ગાઉન પહેરશે અને હાથીદાંતમાંથી તૈયાર કરાયેલ રાજદંડ હાથમાં રાખશે.

આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા કિંગ ચાર્લ્સ તૃતિયની સેન્ટ એડવર્ડના ક્રાઇનથી તાજપોશી કરાશે. આ ક્રાઉનના આધારે જ સોશિયલ મીડિયાના યુગની આ પહેલી તાજપોશી માટે ઇમોજી પણ તૈયાર કરવામાં આવી છે. આજ ક્રાઉન વડે ક્વીન એલિઝાબેથની તાજપોશી પણ કરાઇ હતી. હવે તે કિંગ ચાર્લ્સ માટે તૈયાર કરાયો છે. સમારોહના અંતે કિંગ ચાર્લ્સને વજનમાં હળવો એવો ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter