કિંગ ચાર્લ્સની તાજપોશીમાં યરૂશાલેમમાં તૈયાર કરાયેલા હોલી ઓઇલથી અભિષેક કરાશે

તાજપોશી માટેના હોલી ઓઇલ પર યરૂશાલેમમાં પવિત્ર વિધિ સંપન્ન કરાઇ

Tuesday 07th March 2023 12:41 EST
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં યરૂશાલેમના ચર્ચ ઓફ હોલી સેપુલક્રેમાં એક સમારોહમાં પવિત્ર કરાયેલા જૈતુનના તેલનો ઉપયોગ કરાશે. બકિંગહામ પેલેસના જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સ તૃતિયના લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાનારા તાજપોશીના ધાર્મિક સમારોહમાં આ હોલી ઓઇલથી કિંગના મસ્તક, છાતી અને હાથ પર અભિષેક કરાશે. કિંગના પત્નીને ક્વીન કોન્સોર્ટ તરીકે આ હોલી ઓઇલ દ્વારા અભિષિક્ત કરાશે. પેલેસના જણાવ્યા અનુસાર જૈતુન પહાડ પર આવેલી મેરી મેગ્દેલિન મોનેસ્ટ્રી અને એસેન્સન મોનેસ્ટ્રી ખાતે આવેલા જૈતુનના વૃક્ષોમાંથી તૈયાર કરાશે.

પેલેસના જણાવ્યા અનુસાર જૈતુન પહાડ પરથી ઓલિવ એકઠાં કરીને બેથલેહેમ મોકલી અપાયાં છે જ્યાં તેમાં અન્ય સુગંધી દ્રવ્યો ઉમેરીને અભિષેક માટેનું તેલ તૈયાર કરવામાં આવ્યું હતું.  તેના પર પેટ્રિયાક ઓફ જેરૂશલેમ અને એન્ગ્લિકન આર્ચબિશપ દ્વારા એક સમારોહમાં આશીર્વાદની પ્રક્રિયામાં કરાઇ હતી.

કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, તાજપોશીની યોજનાના પ્રારંભમાં જ મારી ઇચ્છા હતી કે તાજપોશી માટેનું તેલ જૈતુન પર્વત પરના જૈતુન ફળોમાંથી તૈયાર કરવામાં આવે. જે બાઇબલ, પવિત્રભૂમિ અને તાજપોશી વચ્ચેની ઐતિહાસિક કડીઓ દર્શાવે છે. ભૂતકાળના રાજાઓથી માંડીને આજના રાજવીઓની તાજપોશી યરૂશાલેમમાં તૈયાર કરાયેલા જૈતુન તેલથી જ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter