કિંગ ચાર્લ્સનું પ્રતીક ધરાવતું પ્રથમ પોસ્ટ બોકસ, અંકિતા ઘોષ અને મિરિયમ મિલરે લેટર પોસ્ટ કર્યાં

Tuesday 16th July 2024 05:48 EDT
 
 

લંડનઃ કિંગનું પ્રતીક ધરાવતા પ્રથમ પોસ્ટ બોક્સનું બાળકો દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું. તેમણએ પર્યાવરણ પર સલાહની માગ કરતા પત્રો બકિંગહામ પેલેસ પહોંચાડવા માટે આ બોક્સમાં પોસ્ટ કર્યાં હતાં. કિંગ ચાર્લ્સનું પ્રતીક ધરાવતું આ પ્રથમ પોસ્ટ બોક્સ કેમ્બ્રિજશાયરના ગ્રેટ કેમ્બોર્નની હાઇ સ્ટ્રીટ પર સ્થાપિત કરાયું છે. 1800ની સાલથી દરેક પોસ્ટ બોક્સ પર રાજવી પ્રતીક રાખવામાં આવે છે. પોસ્ટ બોક્સ સ્થાપિત કરાયું ત્યારે કયા રાજવી સત્તામાં હતાં તે જાણી શકાય છે. હાલમાં 50 ટકા કરતાં વધુ પોસ્ટ બોક્સ પર સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથના પ્રતીક છે જ્યારે 15 ટકા પર 1910થી 1936 સુધી બ્રિટનના રાજવી રહેલા કિંગ જ્યોર્જ પાંચમાના પ્રતીક મળી આવે છે. કેમ્બ્રિજશાયરના આ પોસ્ટ બોક્સ પર કિંગના પ્રતીકમાં તેમના ટૂંકા હસ્તાક્ષર અને ટ્યુડોર ક્રાઉનની ઝલક જોવા મળે છે. તેમાં સૌપ્રથમ ટપાલ કેમ્બ્રિજશાયરના લોર્ડ લેફ્ટનન્ટ જૂલી સ્પેન્સની હાજરીમાં અંકિતા ઘોષ અને મિરિયમ મિલર દ્વારા પોસ્ટ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter