કિંગ ચાર્લ્સનું સૌપ્રથમ બર્થડે ઓનર્સ લિસ્ટ જાહેર, 60થી વધુ બ્રિટિશ ભારતીય સન્માનિત

કિંગ ચાર્લ્સના ઓનર્સ લિસ્ટમાં 11 ટકા વંશીય લઘુમતી સમુદાયના વ્યક્તિ સામેલ

Tuesday 20th June 2023 12:31 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના સૌપ્રથમ બર્થડે ઓનર્સ લિસ્ટમાં 60 કરતાં વધુ ભારતીય મૂળના મેડિકલ ક્ષેત્રમાં યોગદાન આપી રહેલા વ્યક્તિઓ, બિઝનેસ લીડર્સ, કોમ્યુનિટી ચેમ્પિયન્સ સહિતના લોકોનો સમાવેશ કરાયો છે. સરકાર વારા શુક્રવારે રાત્રે લંડનમાં આ યાદીની જાહેરાત કરાઇ હતી. યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે, આ વર્ષનું ઓનર્સ લિસ્ટ અસામાન્ય સામાજિક પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરનારા સામાન્ય લોકો સાથેનો કરાર છે. આ યાદીમાં સમાવાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું.

કિંગ ચાર્લ્સના ઓનર્સ લિસ્ટમાં કુલ 1,171 લોકોને સામેલ કરાયા છે જેમાંથી 52 ટકા એવા લોકો છે જેમણે સ્વૈચ્છાએ અથવા તો આર્થિક વળતરની સાથે તેમના સમુદાયોમાં અદ્વિતિય કામગીરી કરી છે. 11 ટકા લોકો વંશીય લઘુમતી સમુદાયોના છે.

ટોચના સન્માન મેળવનારાઓમાં નોવેલિસ્ટ સ્વ. માર્ટિન એમિસ, ફિલ્મમેકર સ્ટીફન ફ્રીઅર્સ, ફેશન મેગેઝિન વોગના એડિટર ડેમ આન્ના વિન્ટૂર અને લેખક સર ઇયાન મેકઇવાનને નાઇટહૂડથી સન્માનિત કરાયાં છે.

જોઆન વિલેટ્ટ રાજકીય સન્માન મેળવનાર બીજા ક્રમના સૌથી વૃદ્ધ

કિંગ ચાર્લ્સના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં 106 વર્ષીય જોઆન વિલેટ્ટનો સમાવેશ કરાયો છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 60,000 પાઉન્ડ એકઠાં કરનાર વિલેટ્ટને બ્રિટિશ એમ્પાયર મેડલ (બીઇએમ)થી નવાજાયાં છે. આ પહેલાં 109 વર્ષીય એન બેકરને 2021માં એમબીઇથી નવાજાયાં હતાં.

જુનિયર જે ફ્રુડ સૌથી નાની વયના સન્માનિત વ્યક્તિ

આ વર્ષે કિંગ દ્વારા સન્માન પ્રાપ્ત કરનારા 18 વર્ષીય જુનિયર જે ફ્રુડ સૌથી નાની વયના વ્યક્તિ છે. તેમને એન્ટી બુલિંગ એમ્બેસેડર તરીકે અસરકારક કામગીરી માટે બીઇએમથી નવાજાયાં છે. ડાન્સિંગ માટેના લગાવને કારણે શાળામાં તેમને ચીડવવામાં આવતા હતા પરંતુ તેમની લગનને પગલે 2016માં યુકે ફ્રીસ્ટાઇલ ડાન્સ ચેમ્પિયન બન્યા હતા.

કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

-          ઝાહરા શિવા બહરોલોલૌમીઃ આઇટી સેક્ટરમાં સેવાઓ માટે

-          પ્રોફેસર પી.એ. મુહમ્મદ બશીરઃ સિવિલ એન્જિનિયરિંગમાં પ્રદાન માટે

ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

-          ડો. ખુરશીદ આલમઃ બીએએમઇ હેલ્થકેરમાં યોગદાન માટે

-          ડો. પરવિંદર કૌર એલેઃ કોરોના મહામારીમાં વેક્સિનેશનની સેવા માટે

-          અનુજ જયંતિલાલ ચંદેઃ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટમાં સેવા માટે

-          પ્રો. અરવિન્થન કૂમારાસામીઃ મેટરનેલ હેલ્થ સેવાઓ માટે

-          પ્રો. પ્રોકાર દાસગુપ્તાઃ સર્જરી અને સાયન્સમાં સેવાઓ માટે

-          વરિન્દર હાયરેઃ કાયદો અને વ્યવસ્થામાં સેવાઓ માટે

-          ઇસ્તિયાક હુસૈનઃ પબ્લિક સર્વિસ માટે

-          ડો. કવિથા કિશનઃ સરકાર, સાયન્સ અને એન્જિનિયરિંગ સેવા માટે

-          અંજુ કુમારઃ વિમેન્સ હેલ્થ અને વેલ્સમાં સેવાઓ માટે

-          અમર લતીફઃ પ્રજ્ઞાચક્ષુઓમાં સેવાઓ માટે

-          ડો. નવરત્નમ પાર્થીબનઃ એકતાના પ્રયાસો માટે

-          સુનંદ પ્રસાદ એમબીઇઃ રિજનરેશનમાં યોગદાન માટે

-          ડો. અમરજિત રાજુઃ મેન્ટલ હેલ્થમાં સેવાઓ માટે

-          પ્રો.રામશંકરન થિરૂનામાચંદ્રનઃ ઉચ્ચ શિક્ષણમાં સેવાઓ માટે

-          મોહમ્મદ અમજિદ વઝીરઃ રાજકીય સેવાઓ માટે

મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

-          દાર્નિશ અમરાઝઃ યુવાઓમાં સેવાઓ માટે

-          રોમા ભોપાલઃ ફિઝિયોથેરાપી સેવાઓ માટે

-          વનિતા બ્રુક્સઃ ડાયાબિટિસના દર્દીઓની સેવાઓ માટે

-          નિઝામુદ્દિન નૂરદ્દિન દામાણીઃ ઇન્ફેક્શન પ્રિવેન્શનની સેવા માટે

-          બાવાસિંહ ધલ્લુઃ રાજકીય અને સ્વૈચ્છિક સેવાઓ માટે

-          સંદીપ દ્વિસારઃ લંડનમાં જાહેર સેવાઓ માટે

-          મોહમ્મદ ફહીમઃ કોરોના મહામારીમાં કોમ્યુનિટી સેવાઓ માટે

-          અકીલ ફારૂકઃ પોલીસમાં સેવાઓ માટે

-          કપાલજિત સિંહ ઝુટીઃ ક્વીનના ફ્યુનરલમાં સેવાઓ માટે

-          સરદારની નવલીન કૌરઃ મહિલાઓ મધ્યે સેવાઓ માટે

-          રિતૂ ખુરાનાઃ મ્યુઝિક અને બ્રોડકાસ્ટિંગમાં યોગદાન માટે

-          ડો. નિહારા સોનાલી ક્રાઉસઃ યુવાઓના માનસિગ આરોગ્યમાં યોગદાન માટે

-          રિઝવાના માહમૂદ એહમદઃ શિક્ષણ ક્ષેત્રે યોગદાન માટે

-          રિઝવાન વલી મોહમ્મદઃ ગ્લાસગોમાં કોમ્યુનિટી સેવાઓ માટે

-          પ્રો. રાજા અનિન્દ્યા શેખરમુખરજીઃ દારૂના વ્યસનીઓમાં સેવાઓ માટે

-          શિવા ચંદ્ર નિરૌલાઃ સેનાના જવાનો મધ્યે પાસ્ટોરલ સર્વિસ માટે

-          અસિથા પંડિથારત્નઃ શિક્ષણ ક્ષેત્રે યોગદાન માટે

-          અનિતા પરમારઃ હોલોકોસ્ટ એજ્યુકેશનમાં યોગદાન માટે

-          પ્રો. કંવલ જ્હોન પાસીઃ એનએચએસમાં સેવાઓ માટે

-          જયપ્રકાશ પટેલઃ કોવિડ દરમિયાન જાહેર આરોગ્ય સેવાઓ માટે

-          જીતા પટેલઃ જાહેર સેવાઓ માટે

-          ડો. શુભા પ્લેટઃ ઓસનોગ્રાફીમાં યોગદાન માટે

-          ડો. સંદ્રાસેકરમ પ્રેમચંદ્રનઃ આરોગ્ય ક્ષેત્રે સેવાઓ માટે

-          અફતાબુર રહેમાનઃ બર્મિંગહામમાં કોમ્યુનિટી સેવાઓ માટે

-          નિમિષા રાજાઃ નાના-મધ્યમ ઉદ્યોગોમાં યોગદાન માટે

-          આદિલ રશીદઃ ક્રિકેટમાં યોગદાન માટે

-          નરિન્દર સિંહ સાગુઃ સખાવતી સેવાઓ માટે

-          બિલાલ બિન સાકિબઃ હેરોમાં કોમ્યુનિટી અને એનએચએસ સેવાઓ માટે

-          પ્રોદમન કુમાર સરવાલઃ ચેરિટેબલ સેક્ટરમાં યોગદાન માટે

-          ડો. ફારૂખ તસનીમ શાહઃ એનએચએસમાં સેવાઓ માટે

-          ડો. ઇન્દ્રજિત સિંહઃ સ્કોટલેન્ડમાં ચેરિટેબલ સેવાઓ માટે

-          હરવિન્દર સિંહ રાયઃ પોલીસ દળમાં સેવાઓ માટે

-          હીના સોલંકીઃ બિઝનેસ અને ચેરિટી સેવાઓ માટે

-          જ્યોત્સના શ્રીકાંતઃ સંગીત ક્ષેત્રે યોગદાન માટે

-          ડો.શિવાની અનિકા વાલિયાઃ ફૂડ ચેરીટીમાં સેવાઓ માટે

-          રહીમા અઝીઝઃ યુવાઓ મધ્યે સેવાઓ માટે

-          પરમિન્દરજીત કૌરઃ સોશિયલ કેર માટે

-          બલવીર મોહન ભલ્લાઃ કોવિડમાં કોમ્યુનિટી સેવાઓ માટે

-          નિઘત ભોલાઃ કોવિડમાં કોમ્યુનિટી સેવાઓ માટે

-          રેકેશ ચૌહાણઃ કોવિડમાં મેન્ટલ હેલ્થમાં યોગદાન માટે

-          એહસાન શાહિદ ચૌધરીઃ કોમ્યુનિટી સેવાઓ માટે

-          બલબીર ધિલ્લોનઃ કોમ્યુનિટી સેવાઓ માટે

-          કુલદીપ સિંહ ધિલ્લોનઃ કોમ્યુનિટી સેવાઓ માટે

-          ક્રિશ્ના ઘોષઃ એજ્યુકેશન અને કોમ્યુનિટી સેવાઓ માટે

-          ડો. પ્રિયા કુમારઃ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટમાં સેવાઓ માટે

-          કૈલાશ મલ્હોત્રાઃ ઓર્ગન ડોનેશન સેવાઓ માટે

-          મોહમ્મદ મિરઝાઃ મેન્ટલ હેલ્થમાં સેવાઓ માટે

-          હેતલબેન મયંક પટેલઃ હોમલેસ લોકોની સેવા માટે

-          વિરેન્દ્ર મહેન્દ્રકુમાર પટેલઃ કોમ્યુનિટી સેવા માટે

-          યાસ્મિન સિધવાઃ થિયેટર ક્ષેત્રે યોગદાન માટે

-          જોયસી જ્હોનઃ ટેકનોલોજી સેક્ટરમાં યોગદાન માટે

-          સલમા બાનો ઝુલ્ફિકારઃ આર્ટ અને એજ્યુકેશનમાં યોગદાન માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter