કિંગ ચાર્લ્સને મળીને દોરાઇસ્વામીએ ભારતીય હાઇ કમિશ્નર તરીકેના કાર્યકાળનો સત્તાવાર પ્રારંભ કર્યો

Wednesday 14th December 2022 00:58 EST
 
 

લંડન: બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ લંડનમાં બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતિય સમક્ષ પોતાના પ્રમાણપત્રો રજૂ કરી દેશમાં ભારતીય હાઇ કમિશ્નર તરીકેના કાર્યકાળનો વિધિવત પ્રારંભ કર્યો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ કિંગ નિયુક્ત થયેલા ચાર્લ્સે પેલેસ ખાતે પહેલા ભારતીય રાજદૂત સાથે મુલાકાત કરી હતી. પરંપરા અનુસાર દોરાઇસ્વામી અને તેમના પત્ની સંગીતાને તેમના સત્તાવાર નિવાસસ્થાનથી હોર્સ કેરેજ દ્વારા પેલેસ ખાતે લવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter