કિંગ ચાર્લ્સને રોયલ હાઉસહોલ્ડના ખર્ચા માટે £100 મિલિયનનું ફંડ મળશે

Wednesday 21st October 2026 06:24 EDT
 
 

લંડનઃ યુકેના મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ દ્વારા સોવરિન ગ્રાન્ટની ગણતરીની ફોર્મ્યુલામાં ફેરફારને મંજૂરી અપાયાથી કિંગ ચાલ્સને હવે 2027-2028 માટે રોયલ હાઉસહોલ્ડના ખર્ચા માટે આશરે 100મિલિયન એટલે કે 99.9 મિલિયન પાઉન્ડનું ફંડ મળશે. કિંગની સત્તાવાર ફરજો અને રોયલ હાઉસહોલ્ડના કામને મદદરૂપ થવા આ ફંડ અપાય છે.

રોયલ ટ્રસ્ટીઝ દ્વારા કરાયેલી સમીક્ષા અને હાઉસ ઓફ કોમન્સ દ્વારા બહાલીના પગલે નવી વ્યવસ્થા અનુસાર નાણાકીય વર્ષ 2027-28 માટે એન્યુઅલ ગ્રાન્ટ 99.9 મિલિયન પાઉન્ડ નિર્ધારિત કરાશે. ટ્રેઝરી મિનિસ્ટર ડાન ટોમાલીસને જણાવ્યું હતું કે ગ્રાન્ટમાં વધારો રોયલ હાઉસહોલ્ડના સંચાલનની અપેક્ષિત કિંમતો અને કિંગ દ્વારા હાથ ધરાતી ફરજોની વધેલી સંખ્યાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમનાં શાસનના પાછલા વર્ષોમાં વિદેશમાં કાર્યક્રમો અને સત્તાવાર મુલાકાતો ઓછી હાથમાં લેતાં હતા. કિંગ ચાર્લ્સની જાહેર ઉપસ્થિતિના કાર્યક્રમોમાં નોંધપાત્ર વધારો થયો છે.

સોવરિન ગ્રાન્ટ સ્ટાફિંગ, સત્તાવાર પ્રવાસો તેમજ શાહી મહેલોના નિભાવ માટેનું ભંડોળ પુરું પાડે છે. આ ગ્રાન્ટ ક્રાઉન એસ્ટેટમાંથી મળતા નફામાંથી ચૂકવાય છે અને બાકી વધેલો નફો ટ્રેઝરી પાસે જાય છે. હાલ કુલ સોવરિન ગ્રાન્ટ 137.9 મિલિયન પાઉન્ડ થવા જાય છે, જેમાં પેલેસ રિસર્વિસિંગ પ્રોજેક્ટને ફાળવાયેલા નાણાનો પણ સમાવેશ થાય છે. મુખ્ય ફંડિંગ વધી રહ્યું હોવાં છતાં, સમગ્રતયા રોયલ ફંડિંગ ઘટવાની શક્યતા છે કારણકે લાંબા સમયથી ચાલી રહેલો બકિંગહામ પેલેસ રિફર્બિશમેન્ટ પ્રોગ્રામ હવે પૂરો થવાના આરે છે. કિંગ ચાર્લ્સ તૃતીય કોટ્સવોલ્ડ્સમાં હાઈગ્રોવ હાઉસમાં રહે છે અને સત્તાવાર ફરજો પર ન હોય તેવા સમયગાળામાં મોટા ભાગનો ખાનગી સમય અહીં વીતાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter