કિંગ ચાર્લ્સે કેમિલાને ક્વીન કોન્સોર્ટ બનાવવા ક્વીન સાથે સોદાબાજી કરી હતી

પ્રિન્સ એન્ડ્રુના સેટલમેન્ટ મામલે ચાર્લ્સે મહારાણીને સોદા માટે મજબૂર કર્યા હોવાનો દાવો

Wednesday 09th November 2022 05:09 EST
 
 

લંડન

સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ બીજાએ તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સના પત્ની કેમિલાને ક્વીન કોન્સોર્ટ જાહેર કરીને બધાને ચોંકાવી દીધાં હતાં. હવે એક રોયલ લેખકે દાવો કર્યો છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતિય અને તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે પ્રિન્સ એન્ડ્રુના મામલે સોદાબાજી અંતર્ગત કેમિલાને ક્વીન કોન્સોર્ટ જાહેર કરાયાં હતાં.

રોયલ ઓથર ક્રિસ્ટોફર એન્ડરસને એક અમેરિકન સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, શારીરિક શોષણના એક દાવામાં સમાધાન કરવા માટે ક્વીન એલિઝાબેથ બીજા તેમની અંગત સંપત્તિમાંથી પ્રિન્સ એન્ડ્રુને મદદ કરી રહ્યાં હતાં ત્યારે તે સમયે રાજવી ગાદીના વારસ પ્રિન્સ ચાર્લ્સે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ સંપત્તિ પણ મને વારસામાં મળવાની છે. પરંતુ મહારાણીની પ્રિન્સ એન્ડ્રુને મદદ કરવાની તત્પરતા જોતાં પ્રિન્સ ચાર્લ્સે વિચાર્યું હતું કે, કેમિલાને ક્વીન કોન્સોર્ટ જાહેર કરાવવા માટે સોદાબાજી કરી લેવાની આ ઉત્તમ તક છે. અને આ સોદાબાજી કરી લેવાઇ હતી. ક્વીન એલિઝાબેથ કેમિલાને ક્વીન કોન્સોર્ટ બનાવવા ઇચ્છતા નહોતા. પરંતુ અચાનક થયેલી જાહેરાતે બધાને ચોંકાવી દીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter