લંડનઃ કિંગ ચાર્લ્સે 77મા જન્મદિવસે સાઉથ વેલ્સની મુલાકાત લીધી હતી. કિંગ ચાર્લ્સ ક્વીન કેમિલા સાથે શુક્રવારે મેર્થિર ટાઇડફિલમાં સાયફર્થફા કેસલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. કિંગ ચાર્લ્સે 200 વર્ષ જૂના કેસલના આકારમાં તૈયાર કરાયેલી કેક કાપી હતી અને વિષમ વાતાવરણ છતાં લોકો સાથે મુલાકાત કરી હતી.


