કિંગના કોરોનેશન ક્રોસમાં પ્રભુ ઇસુના અસલ ક્રોસનો હિસ્સો

Tuesday 25th April 2023 14:38 EDT
 
 

લંડન - પોપ ફ્રાન્સિસે કિંગ ચાર્લ્સની તાજપોશીમાં ઉપયોગમાં લેવાનારા નવા પ્રોસેશનલ ક્રોસ માટે પ્રભુ ઇસુ ખ્રિસ્તને જે વધસ્થંભ પર જડાવવામાં આવ્યા હતા તેનો કેટલોક હિસ્સો ભેટમાં આપ્યો છે. નવો પ્રોસેશનલ ક્રોસ વેલ્શ સ્લેટ  અને 2020માં વેલ્સના એક ચર્ચને કિંગ દ્વારા ભેટમાં અપાયેલા લાકડા સહિત રિસાઇકલ કરેલી ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. 6 મેના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર બે ખાતેના કોરોનેશન પ્રોસેશનમાં આ ક્રોસ અગ્ર સ્થાને રખાશે.  ક્રોસમાં પોપ દ્વારા ભેટમાં અપાયેલા બે નાના હિસ્સાને રોઝ ક્રિસ્ટલ્ડ જેમસ્ટોનની પાછળ ક્રોસ આકારમાં ગોઠવવામાં આવ્યા છે. તાજપોશી બાદ વેલ્સમાં આવેલા એંગ્લિકન અને રોમન કેથલિક ચર્ચને અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter