લંડનઃ એક સમયે દેશના ટોચના પ્રોસિક્યુટર બનવાના દાવેદાર એવા કિંગ્સ કાઉન્સેલ પર એક વિદ્યાર્થિનીને એપ્રેન્ટિસશિપ દરમિયાન હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધવાની ઓફર આપવાનો આરોપ મૂકાયો છે. નવજોત જો સિદ્ધુ પર 3 મહિલા દ્વારા પોતાના દરજ્જાનો દુરુપયોગ કરી જાતીય સતાવણી કરવાનો આરોપ મૂકાયો છે.
એક મહિલા વિદ્યાર્થિની તરીકે બેરિસ્ટરની ચેમ્બર્સમાં સિદ્ધુ સાથે કામના અનુભવ માટે જોડાઇ હતી. સિદ્ધુએ તેને હોટલના રૂમમાં બોલાવી હતી અને જ્યારે તે ત્યાં પહોંચી તો તેને બેડમાં તેમની સાથે સૂઇ જવા કગ્યું હતું પરંતુ વિદ્યાર્થિનીએ તેનો વિરોધ કર્યો હતો. આવી જ રીતે તેમણે અન્ય મહિલા સાથે પણ શારીરિક સંબંધની માગ કરી હતી.
જોકે ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટરપદના દાવેદાર એવા 58 વર્ષીય સિદ્ધુએ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યાં છે. સિદ્ધુ પર વર્ષ 2016થી 2022ના સમયગાળામાં 3 મહિલા પર શારીરિક સંબંધ માટે દબાણ કરવાના આરોપ મૂકાયા છે.


