લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસ નિમિત્તે જાહેર કરાયેલ કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના 30થી વધુ લોકોને સન્માનિત કરાયાં છે. તે ઉપરાંત આ ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના 11 ઓસ્ટ્રેલિયનને પણ સામેલ કરાયાં છે. કિંગ્સ ઓનર્સ લિસ્ટમાં 66 સાઉથ એશિયનનો સમાવેશ થાય છે. 4ને સીબીઇ, 17ને ઓબીઇ, 31ને એમબીઇ, 11ને બીઇએમની ઉપાધિથી સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ વર્ષનું બર્થ ડે ઓનર્સ લિસ્ટ આપણને આપણા દેશના દરેક ખૂણામાં અસ્તિત્વ ધરાવતી અસામાન્ય પ્રતિબદ્ધતા, કરૂણા અને સેવાને પ્રતિબિંબિત કરે છે. આ યાદીમાં સમાજ સેવકોથી માંડીને સાંસ્કૃતિક પ્રતિનિધિઓને સામેલ કરાયાં છે જે શ્રેષ્ઠ બ્રિટનને ઉજાગર કરે છે. હું તમામ સન્માનિતોને અભિનંદન પાઠવું છું.
કિંગના ઓનર્સ લિસ્ટમાં સૌથી વૃદ્ધ 106 વર્ષીય વિલિયમ ઇરવિન છે જેમને નોર્ધન આયર્લેન્ડની લંડનડેરી કાઉન્ટીમાં સમાજ સેવા માટે બીઇએમથી સન્માનિત કરાયાં છે. તેવી જ રીતે કિંગના ઓનર્સ લિસ્ટમાં સ્થાન મેળવનાર સૌથી યુવા ડોરસેટની 11 વર્ષીય કાર્મેલા ચિલેરી વોટસન છે. કાર્મેલા મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત છે. આ બીમારી માટેના જાગૃતિ અને ફંડ રેઇઝિંગ અભિયાન માટે તેને એમબીઇથી સન્માનિત કરાઇ છે.
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)
- પ્રેમ બાબુ ગોયલ (ઓબીઇ) – પબ્લિક સર્વિસ – ગ્રેટર લંડન
- ફ્રેડરિક ખાંડેકર પેરી – બિઝનેસ એન્ડ ટ્રેડ – ગ્રેટર લંડન
- તનુજા રાંદેરી – બિઝનેસ અને ટેકનોલોજી – ગ્રેટર લંડન
- પ્રોફેસર જગતાર સિંહ – એનએચએસ - બેડફોર્ડશાયર
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ)
- ડો. સૈયદ અલી અબ્બાસ – ઇન્ટરફેઇથ ડાયલોગ – ગ્રેટર લંડન
- પ્રો. રોબિન રૈહાન અલી – જિન અને સેલ થેરાપી – ગ્રેટર લંડન
- સુનિતા અરોરા – ચેરિટી અને ફિલાન્થ્રોપી – વર્જિનિયા વોટર, સરે
- અવિન્દરજિત ભાટિયા – એનએચએસ અને નર્સિંગ – ટર્નબ્રિજ વેલ્સ, કેન્ટ
- રીટા હિરાણી – વિમેન એક્ટિવિસ્ટ – ગ્રેટર લંડન
- મોહમ્મદ ઉમર હુસેન (એમબીઇ) – પોલીસ સેવા – ન્યૂપોર્ટ, ગ્વેન્ટ
- પ્રોફેસર મુહમ્મદ અફઝલ જાવેદ – મેન્ટલ હેલ્થ – નુનિઆટન, વોર્વિકશાયર
- પૂજા કાન્ડા – નાઇફ ક્રાઇમ અભિયાન – બેડફોર્ડશાયર
- ડો. કુલિન કાન્તિલાલ પટેલ – પ્રાણી સેવા – ગ્રેટર લંડન
- રશીદ નિકોલસ પેન્ડ્રી – બાળકો મધ્યે સેવા – ગ્રેટર લંડન
- વૈભવી પુરી – રેલવે સેફ્ટી – કેમ્બ્રિજશાયર
- મોહમ્મદ સાદિક – ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી – વેસ્ટ યોર્કશાયર
- પ્રો. હનિફા ઉનિસા શાહ – હાયર એજ્યુકેશન – વેસ્ટ મિડલેન્ડ્સ
- પ્રોફેસર પંકજ શર્મા – સ્ટ્રોકમાં રિસર્ચ – ગ્રેટર લંડન
- રણજિત સિંહ – એજ્યુકેશન સેક્ટરમાં સેવા – ગ્રેટર લંડન
- ડો. પરાગ સિંઘલ – હેલ્થ એજ્યુકેશન – સમરસેટ
- કેપ્ટન જગજિત સિંહ સિંઘલ – વોર વેટરન – વેસ્ટ મિડલેન્ડ્સ
મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (એમબીઇ)
- ફરહાન આદમ – એજ્યુકેશન સેક્ટર – લેસ્ટર
- સુદર્શનસિંહ ચાના – મ્યુઝિક – બર્મિંગહામ
- હફસા દાદાભાઇ શેખ – ડિજિટલ ઇન્ક્લુઝન – બર્મિંગહામ
- ઉમેશકુમાર દેસાઇ – હાયર એજ્યુકેશન – લેસ્ટર
- ઝામિહા દેસાઇ – એશિયન સમુદાયોમાં સેવા – ગ્રેટર લંડન
- નીલમ દેવેશેર – ચેરિટી સેક્ટર – સરે
- રિયાઝુલ હસન – એન્ટી રેસિસ્ટ એક્ટિવિસ્ટ – વેસટ ગ્લેમોર્ગન
- મુહબીન હુસેન – રાજકીય સેવાઓ – એસેક્સ
- આમિના હુસેન – રેડક્રોસમાં સેવાઓ – ગ્રેટર લંડન
- પ્રો. નૂર જિલાની – મેડિકલ સેક્ટર – એસેક્સ
- પ્રવિણ રાવજી કારા જેઠવા – એજ્યુકેશન સેવા – હર્ટફોર્ડશાયર
- સુજન કટુવાલ – સમાજ સેવા – ગ્રેટર લંડન
- ફઝિલત્ત સુલતાના ખાન – મરિન કન્ઝર્વેશન – ગ્રેટર લંડન
- મુઝાહિદ ઉદ્દીન ખાન – ચેરિટી સેક્ટર – ગ્રેટર માન્ચેસ્ટર
- મોહનસિંહ કુંડી – ચેરિટી સેક્ટર – મર્સીસાઇડ
- ઝારા માહમૂદ – સ્વયંસેવી સર્વિસ – ગ્લાસગો
- રામકિશન મેહમી – ફેઇથ એન્ડ ઇન્ટિગ્રેશન – વેસ્ટ મિડલેન્ડ્સ
- મબમ્મદ અબ્દુલ મુસાબિર – સમાજ સેવા – ગ્રેટર માન્ચેસ્ટર
- પરિમલ ભાનુપ્રસાદ પટેલ – કાયદો અને વ્યવસ્થા – ગ્રેટર લંડન
- સંજય મહેન્દ્ર પટેલ – ક્રિકેટની રમતમાં યોગદાન – બકિંગહામશાયર
- સત પોલ – સમાજ સેવા – બેડફોર્ડશાયર
- પ્રો. રમણકાન્ત પ્રિન્જા – એજ્યુકેશનમાં સેવા – ગ્રેટર લંડન
- સોનિયા સાબરી – નૃત્ય – બર્મિંગહામ
- શાહબાઝહુસેન શાહ – ફાયર ફાઇટર – લેન્કેશાયર
- મોનાસર શાહજાદ – ઓટિઝમ પીડિતોની સેવા – કેમ્બ્રિજશાયર
- અરૂણાકુમારી શર્મા – એજ્યુકેશન સેક્ટર – ગ્રેટર લંડન
- ડો. રિચા સિન્હા – હિન્દુ સમાજ સેવા – ગ્લાસગો
- પ્રો. જસપાલસિંહ તગ્ગર – જીપી પ્રેકટિસ – નોટ્ટિંગહામશાયર
- વસીમ ઉલ હક – હોમલેસ મધ્યે સેવા – બકિંગહામશાયર
- શાહિદ ઉલ્લાહ – ચેરિટી સેક્ટર – ગ્રેટર લંડન
- સંદીપ વેલ્સ – એમ્બ્યુલન્સ સેવા – ડરહામ
મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (બીઇએમ)
- ડો. મુહમ્મદ એહસાન – ફાયર રેસ્ક્યુ સેવા – એસેક્સ
- રામ પ્રકાશ ગુપ્તા – સમાજ સેવા – લેન્કેશાયર
- ઝેરિથ નાસા હુસેન – ક્રિકેટમાં યોગદાન – વેસ્ટ યોર્કશાયર
- મુજાહિદ ખાન – ટેન્ગ સુ ડુનું શિક્ષણ – કેમ્બ્રિજશાયર
- આદર્શ ખુલ્લર – સમાજ સેવા – ગ્લાસગો
- ડો. પ્રશાંત જયંતિલાલ લાડવા- એનએચએસમાં સેવા – માન્ચેસ્ટર
- અરૂણા બિપિન મિસ્ત્રી – હાયર એજ્યુકેશનમાં સેવા – વોર્વિકશાયર
- હફ્સા ઓમર – સમાજ સેવા – ગ્રેટર માન્ચેસ્ટર
- અમિષ દીપકકુમાર પટેલ – ફાર્મસી સેક્ટરમાં સેવા – ગ્રેટર લંડન
- અલી કાકદાર – સમાજ સેવા – સાઉથ યોર્કશાયર
- સંતોષ શર્મા – ચેરિટી સેક્ટર – સાઉથ ગ્લેમોર્ગન
મિલિટરી ડિવિઝન
આર્મી એવોર્ડ (મેમ્બર તરીકે)
- લે.કર્નલ ભરત સુનિલ કારા – રોયલ લોજિસ્ટિક કોર્પ્સ, આર્મી રિઝર્વ
રોયલ એરફોર્સ એવોર્ડ (ઓફિસર તરીકે)
- વિંગ કમાન્ડર અંકુર નરેન્દ્ર પંડ્યા
રોયલ એરફોર્સ એવોર્ડ (મેમ્બર તરીકે)
- ફ્લાઇટ લેફ્ટનન્ટ રાજ કિરણ મેહતા
11 ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયનને એઓ, એએમ, ઓએએમ અને પીએસએમ ઓનર્સ
ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (એઓ)
- ગીતા મિશ્રા – એજ્યુકેશન – એઓ ઓનર
મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (એએમ)
- ડો. સંજીવ કોશી – મેડિકલ – મરણોત્તર એએમ ઓનર
મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓસ્ટ્રેલિયા (ઓએએમ)
- ગોપીનાથ અને રામનાથ ઐયર – મ્યુઝિક – ઓએએમ ઓનર
- મેનકા આયંગર – મહિલા સશક્તિકરણ – ઓએએમ ઓનર
- સતીષ ગુપ્તા – ભારતીય સમાજ સેવા –ઓએએમ ઓનર
- કસ્ટોડિયો ચેપી લોબો – ચેરિટી સેક્ટર – ઓએએમ ઓનર
- હરન રામચંદ્રન – ચેરિટી સેક્ટર – ઓએએમ ઓનર
- બિંદી શાહ – ચેરિટી સેક્ટર – ઓએએમ ઓનર
પબ્લિક સર્વિસ મેડલ (પીએસએમ)
- બિના ચંદ્રા – પબ્લિક સર્વિસ – પીએસએમ ઓનર