કિંગ્સટનઃ હિંદુઓના અતિ મહત્ત્વના તહેવાર દિવાળી નિમિત્તે ગયા વર્ષે સૌ પ્રથમ વખત રોયલ બરો ઓફ કિંગ્સટન અપોન થેમ્સમાં રોશની કરવામાં આવી હતી. પૂર્વ મેયર અને કાઉન્સિલર રોય અરોરાએ જણાવ્યુ હતું કે આ વર્ષે પણ કિંગ્સટનમાં દિવાળીના પર્વ પર રોશની કરવામાં આવશે.
રોશનીના સ્વીચ ઓનનો કાર્યક્રમ ગુરુવાર તા.૨૭-૧૦-૧૬ના રોજ સાંજે ૬થી રાત્રે ૮ દરમિયાન કિંગ્સટન એન્સિયન્ટ માર્કેટ પ્લેસ કિંગ્સટન ટાઉન સેન્ટર ખાતે યોજાયો છે.
આ ઈવેન્ટ જેન્યુઈન સોલ્યુશન્સ, કિંગ્સટન લોજ હોટલ, મોન્ટી’સ રેસ્ટોરાં દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે. તેનું આયોજન કિંગ્સટન કાઉન્સિલ, કિંગ્સટન ફર્સ્ટ અને સર્વોદય હિંદુ એસોસિએશનના સપોર્ટથી કરાયું છે. આ પ્રસંગે તમામ અતિથિઓ માટે હળવો નાસ્તો, મ્યુઝિક, ડાન્સ અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

