કિંગ્સબરી હાઇસ્કૂલમાં સગીરે ચાકુ વડે હુમલો કરતાં બે વિદ્યાર્થીને ગંભીર ઇજા

Tuesday 17th February 2026 10:48 EST
 
 

લંડનઃ નોર્થ વેસ્ટ લંડનની કિંગ્સબરી હાઇસ્કૂલમા બે વિદ્યાર્થીને છૂરાબાજીમાં ઇજા પહોંચાડનાર 13 વર્ષીય સગીરની પોલીસે ધરપકડ કરી હતી. હુમલો કયા સંજોગોમાં કરવામાં આવ્યો તેવી ચિંતા મધ્યે ઘટનાની તપાસમાં આતંકવાદી વિરોધી સ્ક્વોડના અધિકારીઓ પણ સામેલ થયાં છે.

પોલીસે જણાવ્યું હતું કે, છૂરાબાજીમાં ઘવાયેલા બે સગીર વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. છૂરાબાજીમાં વપરાયેલ ધારદાર શસ્ત્ર પણ જપ્ત કરાયું હતું. હાલ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હુમલાખોર સગીરની પૂછપરછ ચાલી રહી છે.

એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, ઘટનાથી હું ઘણી વ્યથિત થઇ છું. અમારો વિભાગ શાળા અને સ્થાનિક કાઉન્સિલના સંપર્કમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter