લંડનઃ ધ ઈન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ પેનલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ‘ધ કન્ડક્ટ ઓફ મિ. કિથ વાઝ’ના ટાઈટલ સાથે ૧૬ પાનાનો દસ્તાવેજ જાહેર કર્યો છે. જોકે, રિપોર્ટ અનુસાર પાર્લામેન્ટરી કમિશનર કેથરિન સ્ટોને ફરિયાદીને અપીલ કરવાનો અધિકાર આપ્યો હતો પરંતુ, તેઓ મિ. વાઝને આવો જ અધિકાર પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.
ધ ડેઈલી ટેલિગ્રાફના રિપોર્ટમાં જણાવાયું છે કે આ નિષ્ફળતા પ્રક્રિયાના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે જેના પરિણામે કમિશનરનો નિર્ણય જ્યુડિશિયલ રિવ્યૂ માટે ખુલ્લો રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સ સર્વિસમાં પૂર્વ ક્લાર્ક જેની મેકકલાહે મિ. વાઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને આ રિપોર્ટમાં તેમની ઓળખ જાહેર કરવા બાબતે સંમતિ દર્શાવી હતી.