કીથ વાઝ લેસ્ટર ઇસ્ટ બેઠક પરથી ચૂંટણીમાં નહીં ઝંપલાવે

Wednesday 01st February 2023 06:01 EST
 
 

લંડન

પૂર્વ મંત્રી કીથ વાઝે લેસ્ટર ઇસ્ટ બેઠક પરથી સંસદની ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો નકારી કાઢ્યા છે. હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના પૂર્વ વડા કીથ વાઝે રાજનીતિમાં પુનઃવાપસી કરી રહ્યાં હોવાની અટકળોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, હવે તે સમય પસાર થઇ ગયો છે. ગયા સપ્તાહમાં લેબર પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે નવા નિયમોની જાહેરાત કરી હતી જે અંતર્ગત હવે કાઉન્સિલ કેન્ડિડેટની પસંદગી સ્થાનિક સભ્યો નહીં પરંતુ નેશનલ બોડી દ્વારા કરાશે. કીથ વાઝ લેસ્ટર ઇસ્ટ બેઠક પર છેલ્લા 32 વર્ષથી ચૂંટાઇ આવતા હતા. એક ટેબ્લોઇડના સ્ટિંગમાં ઝડપાઇ ગયા બાદ કીથ વાઝે 2019ની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter