લંડનઃ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા માનદ ડોક્ટર ઓફ સાયન્સ (ઇકોનોમિક્સ)ની ડિગ્રી એનાયત કરાઇ છે. યુનિવર્સિટી ઓફ લંડનની ફાઉન્ડેશન ડે સેરેમનીમાં પ્રિન્સેસ રોયલ અને યુનિવર્સિટીના ચાન્સેલર દ્વારા આ ડિગ્રી એનાયત કરાઇ હતી.
બિરલા પરિવારની છઠ્ઠી પેઢીના કુમાર મંગલમના પરદાદા જી ડી બિરલા મહાત્મા ગાંધીના વફાદાર અનુયાયી હતા અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભુમિકા ભજવી હતી. કુમાર મંગલમ બિરલા બીઆઇટીએસ પિલાનીના ચાન્સેલર હોવાની સાથે સાથે આઇઆઇએણ અમદાવાદ અને આઇઆઇટી દિલ્હીના ધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. તેઓ લંડન બિઝનેસ સ્કૂલના ગવર્નિંગ બોર્ડના સભ્ય છે. લંડન બિઝનેસ સ્કૂલમાં તેમણે 15 મિલિયન પાઉન્ડની સ્કોલરશિપનો પણ પ્રારંભ કર્યો છે જે યુરોપમાં સૌથી મોટી મનાય છે.
યુનિવર્સિટી ઓફ લંડનના ટ્રસ્ટી બોર્ડના અધ્યક્ષ કવિતા રેડ્ડીએ જણાવ્યું હતું કે બિરલાને માનદ ડિગ્રીથી સન્માનિત કરતાં ઘણો આનંદ થાય છે. તેમની સખાવતે લાખો જીવન સુધાર્યાં છે.

