કુરાનની નકલ સળગાવનાર કાસકુન પબ્લિક ઓર્ડર ઓફેન્સ માટે દોષી

Tuesday 03rd June 2025 10:55 EDT
 

લંડનઃ લંડનમાં તુર્કીના દૂતાવાસ સામે કુરાનની નકલ સળગાવી દેનાર 50 વર્ષીય હમિત કોસકુનને પબ્લિક ઓર્ડર ઓફેન્સ માટે દોષી ઠેરવાયો છે. કોસકુને 13 ફેબ્રુઆરીના રોજ રુટલેન્ડ ગાર્ડન પાસે આવેલા તુર્કીના દૂતાવાસ સામે ઇસ્લામને આતંકવાદનો ધર્મ ગણાવતા કુરાનની નકલ સળગાવી દીધી હતી. જેના પગલે મિડલેન્ડ્સના કાસકુન પર એક વ્યક્તિએ હુમલો પણ કર્યો હતો. નાસ્તિક કાસકુન કુર્દીશ અને અમેરિકન મૂળનો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter