લંડનઃ બ્રાડફોર્ડમાં એપ્રિલ 2024માં સિટી સેન્ટર નજીક પોતાના બાળકને પ્રામમાં લઇને જતી કુલસુમા અખ્તરની હત્યા કરનાર તેના પતિ હબીબુર માસુમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. માસુમને લઘુત્તમ 28 વર્ષ કેદની સજા ફટકારતાં બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટના મિસ્ટર જસ્ટિસ કોટરે જણાવ્યું હતું કે, માસુમે અત્યંત ક્રુરતાપુર્વક ચાકુના 26 ઘા ઝીંકીને કુલસુમાની નિર્દય હત્યા કરી હતી.