કે. શ્રીનાથ રેડ્ડીનું સન્માન

Friday 05th December 2014 07:42 EST
 
 

પ્રોફેસર રેડ્ડીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ભારતના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાની મારી આજીવન પ્રતિબદ્ધતા અને વૈશ્વિક આરોગ્યમાં મારા પ્રદાનની આ કદર કરવા બદલ હું આભારી છું. સુઆરોગ્ય અને તમામ ભારતીયોના સ્વાસ્થ્યની દિશામાં ભારતની નક્કર પ્રગતિ તેમ જ પોતાના નાગરિકો માટે આમ જ ઈચ્છતાં અન્ય દેશો સાથે એકતાને અંજલિ અપાઈ હોવાનું હું માનું છું.’
પ્રોફેસર રેડ્ડી માટે આંતરરાષ્ટ્રીય સન્માનની નવાઈ નથી. તેઓ યુનિવર્સિટી ઓફ સિડનીમાં માનદ્ પ્રોફેસરશિપ ધરાવે છે. અને ૨૦૦૯માં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે કાર્ડિયોવાસ્કુલર હેલ્થના ફર્સ્ટ બર્નાર્ડ લોન વિઝિટિંગ પ્રોફેસર હતા. તેમને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની નિષ્ણાત પેનલોમાં કામગીરી સોંપાયેલી છે અને હાલ વર્લ્ડ હાર્ટ ફેડરેશનના વર્ષ ૨૦૧૪ના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. તેમણે ૧૦ વર્ષ સુધી નેશનલ મેડિકલ જર્નલ ઓફ ઈન્ડિયાનું સંપાદન સંભાળ્યું હતું. પ્રોફેસર રેડ્ડીના પૂર્વ વિદ્યાર્થી અને ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દ્ર પોલને પણ માનદ મેરિટ એનાયત કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter