કેટ મિડલટન આગ્રહ રાખે છે કે તેમના સંતાન તેમના કામ જાતે જ કરે

પ્રિન્સ વિલિયમના સંતાનોને ડીનર બાદ પોતાની ડીશ જાતે જ સાફ કરવી પડે છે

Tuesday 13th June 2023 13:30 EDT
 
 

લંડનઃ ઘણાના મનમાં એવી છાપ હોઇ શકે છે કે રાજવી પરિવારના સંતાનો અત્યંત જાહોજલાલીમાં જીવતાં હોય છે. પરંતુ પ્રિન્સેસ ઓફ વેલ્સ અને પ્રિન્સ વિલિયમના પત્ની કેટ મિડલટન તેમના સંતાનોને જમીન પર જીવવાનું શિક્ષણ આપે છે. કેટ મિડલટને તેમના સંતાનોને સ્પષ્ટ શિક્ષણ આપ્યું છે કે પૈસા ડ પર ઊગતાં નથી. પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઇસ પોતે પોતાના કામ કરે તેવો આગ્રહ કેટ મિડલટન રાખે છે. આ માટે તેમણે એક ફન ચાર્ટ તૈયાર કર્યો છે જેમાં દરેક કાર્ય માટે તેમના સંતાનોને ગોલ્ડ સ્ટાર આપવામાં આવે છે. કેટના સંતાનો સવારમાં ઉઠે ત્યારથી પથારી સરખી કરવી, શ્વાનના પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવા કામ કરે છે. કેટે તેમને શિક્ષણ આપ્યું છે કે પૈસા ડ પર ઉગતાં નથી.

કેટ મિડલટન પ્રિન્સેસ હોવા છતાં ઘરમાં તો એક સામાન્ય ગૃહિણીની જેમ જ વર્તે છે. ઘરના તમામ કામ પોતે કરવાનું પસંદ કરે છે. તે જાતે જ પોતાનું શોપિંગ કરે છે, સંતાનોને હોમ વર્ક કરવામાં મદદ કરે છે અને દરરોજ સાંજે 6 કલાકે ડીનર ટેબલ પણ જાતે જ સજાવે છે. કેટ આગ્રહ રાખે છે કે ડીનર બાદ તેના સંતાનો તેમની ડીશ જાતે જ સાફ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter