લંડનઃ બ્રિટનની ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન ફેશન મેગેઝિન ‘વોગ’ની જૂન મહિનાની એડિશનમાં કાઉ ગર્લ તરીકે જોવા મળશે. આ તેમનું પ્રથમ ફેશન ફોટોશૂટ છે. મેગેઝિનના કવર પેજ પર કેટની જે તસવીર છપાશે તેના માટે ફોટોશૂટ બ્રિટનના નોરફોક વિસ્તારમાં થયું છે. અહીંથી થોડા દૂરના અંતરે શાહી યુગલનું રહેઠાણ અનમેર હોલ છે.
ફોટોગ્રાફર જોશ ઓલિન્સે લંડનની જાણીતી નેશનલ પોટ્રેટ ગેલેરી સાથે મળીને કેટની તસવીરો લીધી હતી. તેમાંથી બે તસવીરો ‘Vogue 100: A Century of Style’ માં જોવા મળશે. ડચેઝ ઓફ કેમ્બ્રિજ કેટ ફોટોગ્રાફીમાં ખૂબ રસ ધરાવે છે. તેઓ વર્ષ ૨૦૧૨થી નેશનલ પોટ્રેટ ગેલેરીના સંરક્ષક પણ છે. કેટના દિવંગત સાસુ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાની તસવીરો પણ આ મેગેઝિનના કવર પર ચાર વખત આવી ચૂકી છે.


