કેટલીક દવાની અછત અને કેટલીકના ભાવ આસમાને

Wednesday 29th April 2026 08:14 EDT
 
 

લંડનઃ યુકેમાં કેટલીક મેડિસિન્સની અછત હોવાથી પુરવઠાની સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ, કેટલીક પેઈનકિલર્સ અને કાર્ડિયોવાસ્કુલર દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. હેલ્થ ઓફિસિયલ્સના જણાવ્યા મુજબ સમગ્ર યુકેમાં હાઈ બ્લડ પ્રેશરની દવા રેમિપ્રીલ (ramipril)ના ચોક્કસ ડોઝની ભારે અછત છે.

લાખો પેશન્ટ્સ રેમિપ્રીલ પર આધાર રાખે છે ત્યારે તેમને એમ જણાવાય છે કે તેમને એક સમયે એક મહિનાનો પુરવઠો જ મળી શકે તેમ છે. નેશનલ ફાર્મસી એસોસિયેશન (NPA)ના જણાવ્યા મુજબ ઈંગ્લેન્ડમાં દર મહિને રેમિપ્રીલની ત્રણ મિલિયન આઈટમ્સ પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે. NHS દ્વારા રેમિપ્રીલ 1.25mg કેપ્સ્યૂલ્સના ગંભીર સપ્લાય શોર્ટેજ પ્રોટોકોલ જારી કરવામાં આવ્યો છે, જે ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડને લાગુ પડે છે.

બીજી તરફ, ઈરાન યુદ્ધના કારણે પેઈનકિલર્સ અને કાર્ડિયોવાસ્કુલર ડ્રગ્સની કિંમતો આસમાને પહોંચી છે. પેઈનકિલર્સનું પેકેટ 9 પાઉન્ડમાં વેચાય છે. પેરાસિટામોલની કિંમતો પણ વધી છે. ચોક્કસ પ્રકારની એસ્પિરિનની કિંમત યુદ્ધ પહેલા 2 પાઉન્ડ હતી, જે હવે કેમિસ્ટ્સને પણ પ્રતિ પેક 10 પાઉન્ડમાં પડે છે. હે ફીવર માટે ઓવર ધ કાઉન્ટર મેડિસિન સેટિરિઝાઈન (cetirizine)ની કિંમત પણ બમણી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter