લંડનઃ 16મી સદી બાદ પહેલીવાર બ્રિટનના રાજા પોપની સાથે જાહેર પ્રાર્થનામાં સામેલ થયા હતા. 16મી સદીમાં તત્કાલિન રાજવી હેન્રી આઠમા દ્વારા રોમ સાથેના સંબંધો તોડી નંખાયા બાદ પહેલીવાર કેથલિક ચર્ચ અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ કિંગ ચાર્લ્સ દ્વિતીય દ્વારા કરાયો છે. વેટિકનની બે દિવસની મુલાકાતમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ પોપ લિઓ સાથે સિસ્ટિન ચેપલમાં આયોજિત પ્રેયરમાં ભાગ લીધો હતો.


