લંડનઃ જેલમાં રહેલા કેદીઓમાં આશા અને હકારાત્મકતા પુનઃસ્થાપિત થાય તેવા પ્રયાસમાં પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી યુવા કેદીઓ માટે યોગા, ધ્યાન અને ‘બ્રેથ ફોકસ્ડ સ્ટ્રેચીસ’ માટે ભંડોળ આપી રહી છે.
પ્રિન્સ ચાર્લ્સ જેની તરફેણ કરે તે ચેરિટીને ફંડ આપતી તેમની સંસ્થા પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ’(PWCF) એ આ વર્ષે યોગ દ્વારા યુવા ગુનેગારોમાં સંવાદિતા સ્થાપવાના હેતુસર તૈયાર કરાયેલા પ્રોજેક્ટને ફંડ આપ્યું છે. સંસ્થાના ૨૦૧૮ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રસ્ટીઓએ ધ્યાન અને યોગના માધ્યમથી કેદીઓના આધ્યાત્મિક કલ્યાણના વિકાસ માટે પ્રિઝન ફિનિક્સ ટ્રસ્ટને ‘નાની ગ્રાન્ટ’ (૫,૦૦૦ પાઉન્ડ સુધીની)ને મંજૂરી આપી હતી.
અગાઉ ડચેસ ઓફ કોર્નવોલે યોગથી થતાં લાભો વિશે વાત કરી જણાવ્યું હતું કે તેઓ પોતે તેમજ ડચેસ ઓફ સસેક્સ પણ યોગ કરે છે.


