લંડનઃ ભૂતપૂર્વ મેયર અને લેબર પાર્ટીના અગ્રણી નેતા કેન લિવિંગસ્ટનને હિટલર બાબતે ટીકા કરવા બદલ વધુ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે નાઝી નેતા ઝીઅોનીઝમને ટેકો આપતા હતા. તેઅો એપ્રિલ ૨૦૧૬થી સસ્પેન્શન પર હતા.
કેન લિવિંગસ્ટન એમપી નાઝ શાહને ટેકો આપતા હતા જેમાં નાઝે સોશ્યલ મીડીયા પર એન્ટી સેમેટીક કોમેન્ટ કરી હતી. બીબીસીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે તેમણે જ્યુઇશ ક્રોનીકલ અને લેબર એમપીઅો તેમના વક્તવ્યનું ખોટી રીતે અર્થઘટન કરી રહ્યાં છે. તેમણે આ અંગે કાયદેસર કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.


